તારું ધાર્યું થાય, તોય ઘણું,
તું ઈશ્વર થઈ પૂજાય, તોય ઘણું,
હજાર હાથ વાળા નાં, હજાર નામો,
એક જ ધ્યાનથી ભજાય, તોય ઘણું,
કષ્ટ તો મૃત્યુલોકમાં ખૂટવાનું જ નથી,
થોડુંક ભૂલી જવાય, તોય ધણું,
દોડ ભાગ તો દરરોજ ની ચાલ્યા કરશે,
ઘડીક પોરો ખવાય, તોય ઘણું,
થાક આખા આયખાંનો ઉતરશે ઉતરતાં,
પલકારું ઝપકી જવાય, તોય ઘણું
વેદો ને શાસ્ત્રોમાં આપણું કાંઈ ગજુ નહીં,
કાલુ ઘેલું બોલાય તોય ઘણું,
સ્વરો ને વ્યંજનોના વણાંકો બૌ અઘરા,
ઘસરકો સીધો પડાય, તોય ઘણું,
તેજ આ તારું સૂરજ ને આંજી દેતું,
ઝાંખું ઝાંખું દેખાય, તોય ઘણું,
“કાચબા” આંગળી તેં ચીંધી દીધી છે,
તારી પાછળ ચલાય, તોય ઘણું.
– ૨૫/૦૫/૨૦૨૧
બહુ જ ઉમદા વિચારો 👌🏻