સરનામું

You are currently viewing સરનામું

શંકા નું સમાધાન લંકામાં નહીં મળે,
દયાળુ ને કૃપાનિધાન લંકામાં નહીં મળે.

અરાજકતા-ત્રાસવાદ, હોવાના સ્વાભાવિક,
ધર્મધ્વજા, સંવિધાન, લંકામાં નહીં મળે.

અસુરક્ષા ભય પ્રલાપ કહેવાના ક્યાં જઈ?
અંતઃપુરે વ્ય઼વધાન* લંકામાં નહીં મળે.

કરવી પડે વેઠ ને માર પણ ખાવો પડે,
કર્મ-મોક્ષ પ્રાવધાન, લંકામાં નહીં મળે.

ફોજદાર, ન્યાયાધીશ, રાચતા વિલાસમાં,
ન્યાયપ્રિય દંડવિધાન, લંકામાં નહીં મળે.

વેદોની દુર્દશાની વેદનાની વાત શી,
સંત-શૂરા સાવધાન, લંકામાં નહીં મળે.

જાતનેજ બાળીને દીવો કરવો “કાચબા”,
પ્રજાજનો ગુણનિધાન લંકામાં નહીં મળે.

– ૨૧/૦૧/૨૦૨૨

*વ્ય઼વધાન : પડદો, આડાશ

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    અદભુત, ખોટા રસ્તે ચાલવાથી સાચી મંઝિલ ના મળે.
    દરેક રચના લક્ષ્ય તરફ નો દિશાનિર્દેશ કરે છે.

  2. Kunvariya priyanka

    વાહ ખૂબ સરસ