યાદશક્તિ ઓછી છે, તું જાણે છે,
મારી ભક્તિ ઓછી છે, તું જાણે છે,
કર્યા કરું હું, મારું કર્મ, મારી ધૂનમાં,
ફળ આસક્તિ ઓછી છે, તું જાણે છે,
ખોટું તું પણ, કંઈ જ કરે તો, બોલી દઉં હું,
આંધળી ભક્તિ ઓછી છે, તું જાણે છે,
ફરિયાદો નું નિરાકરણ, થોડું જલ્દી કરજે,
સહન શક્તિ ઓછી છે, તું જાણે છે,
જે જોઈએ તે, સીધે સીધું, માંગી લઉં છું,
કુટીલ યુક્તિ ઓછી છે, તું જાણે છે,
વ્યવહાર આપણો, ત્યાં આવી પણ, ચાલુ રહેશે,
મોક્ષ કાંઈ મુક્તિ ઓછી છે? તું જાણે છે,
“કાચબો” રહ્યો અપકારી ને ધૂર્ત, સ્વાર્થી,
તું એવી વ્યક્તિ ઓછી છે? તું જાણે છે.
– ૨૧/૦૫/૨૦૨૧