શક્તિ પ્રદર્શન

You are currently viewing શક્તિ પ્રદર્શન

બતાવ તારી શક્તિનો પરચો તું આજે,
જોઈ તો લઈએ તારા મનમાં શું ભર્યુ છે.

કાઢી નાખ જેટલો હોય મનમાં જે બળાપો,
કહી દેજે તેં મારા માટે શું શું કર્યુ છે.

જોઈ લઈશ ઉતરીને તારી રગેરગમાં,
ઝેર તારી અંદર સુધી કેટલું ગર્યુ છે.

હાવ ભાવ ચાલ ચલગત તારી બતાવે છે,
અદેખાઈ થી હૈયું અને કાળજું બળ્યું છે.

સુગંધને બહાને કચડી નાંખે છે ફૂલોની ક્યારી,
અત્તર નામે મહેકતું, વૈમનસ્ય નર્યુ છે.

શરૂઆત થઈ છે પતનની એના, જ્યારે જ્યારે,
વિવેકની ઈમારતનું, “કાચબા” કાંગરુ ખર્યુ છે.

– ૧૦/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply