શમણું

You are currently viewing શમણું

ભીની આંખોએ કોરાં સપના,
પૂરા થવાને ધરે છે તપના,

કાજળ તો નીકળીને દોડી છે આગળ,
છોડીને પાછળ લીસોટા ઝડપના.

પોપચાં ને પડકાર ખુલ્લા રહેવાનો,
વલખીને પલકારા મારે તડપના.

ભૂજાઓ ઉંચે ચડી છે ભ્રમરની,
તોડવાના એને ઈજારા ખડગના.

પાંપણ ની થાપણમાં રંગો ધનુષી,
ઉધારે છે હપ્તા એ મોંઘી જણસના.

કીકી ને રઢિયાળી રાતોય ફીકી,
સિસકારા પ્રિતમની ભીની ઉણપના.

સપનાને પાંખો ત્યારે લાગી ઓ “કાચબા”,
આવ્યા તમે આંખોમાં છાનાં રે છપના.

– ૧૭/૦૩/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments