આજે નહીં, તો કાલે તો આવશે જ,
ઉછાળ્યો છે પથ્થર, નીચે તો આવશે જ.
લખીને રાખજે, વહેલો કે મોડો,
એના પછી તારો પણ, વારો તો આવશે જ.
આજે નહીં, તો..
ઉછાળ એક સિક્કો, તબિયતથી હવામાં,
કાંટો કે છાપો, કંઈક તો આવશે જ.
દેતો જા નોતરાં, વિશ્વાસઘાતો ને,
કંઈ નહીં તો એનો, અનુભવ તો આવશે જ.
આજે નહીં, તો..
બાંધવો છે તારે, માયામાં એને,
એને પણ આડો, ધરમ તો આવશે જ.
કરતો જા કરમ, તારું પુરી શ્રદ્ધાથી,
એક દિવસ એને પણ, શરમ તો આવશે જ.
આજે નહીં, તો..
ઘસીને જોઈ લે ધીમેથી ચિરાગ ને,
જીન હશે અંદર, તો બાહર તો આવશે જ.
રહેજે તું તૈયાર, પરીક્ષા માટે કાયમ,
હક છે એનો “કાચબા”, લેવા તો આવશે જ.
આજે નહીં, તો..
– ૨૩/૦૧/૨૦૨૧