અમર થઈને શું અશ્વત્થામા થવું છે?
પથ્થર જેટલાં નકામા થવું છે?
લથડતા રહીને ભટકવું ધરા પર,
કૃષ્ણ વિનાના સુદામા થવું છે?
ગીદ્ધો ની વચ્ચે વિચરતાં રહીને,
લોહી નીતરતાં ચકામા થવું છે?
આ મ્રત્યુલોકમાં કણસતાં કણસતાં,
હરતાં ફરતાં નનામા થવું છે?
રોકીને જગ્યા ધરા પર કોઈની,
પ્રજાની ઘૃણાનાં નિશાના થવું છે?
મોહ અને વિદ્યાનો દુરુપયોગ “કાચબા”,
કેવો હોય દાખલા જોવાનાં થવું છે?
– ૦૪/૦૨/૨૦૨૨
ખૂબ ખૂબ ગહન પ્રશ્ન ,ઊંડા વિચારો, ઊંચું જ્ઞાન …….