જે સપનાં જોયાં છે, પહેલાં એ પૂરાં કરી લઉં,
જે વાયદા કર્યાં છે, પહેલાં એ પૂરાં કરી લઉં,
ક્યાં સુધી છેતરતો રહીશ મારી જાતને,
જે પ્રણ લીધાં છે, પહેલાં એ પૂરાં કરી લઉં,
મારાં જ પગલે ચાલતાં, ગુંચવાઈને નથી પડવું,
જે પદ માંડ્યા છે, પહેલાં એ પૂરાં કરી લઉં,
મનને ખુશ કરવા, દેવનો તિરસ્કાર કેમ કરીએ,
જે ભાણાં ભર્યા છે, પહેલાં એ પૂરાં કરી લઉં,
જીભ જો સ્પષ્ટ બોલી ન શકે તો શું કામનું?
જે જાપ આદર્યા છે, પહેલાં એ પૂરાં કરી લઉં,
નવું નવું “કાચબા”, શરૂ રોજ નથી કરવું,
જે બીડાં લીધાં છે, પહેલાં એ પૂરાં કરી લઉં.
– ૧૪/૦૯/૨૦૨૧
[રોજ એક નવી શરૂઆત કરવાથી શું થાય? સવારે શરૂ થયેલું કામ બપોર સુધીમાં સૂરસૂરિયું થઈ જાય…. એટલે હવે એક નિયમ લેવો છે કે અત્યાર સુધીમાં જે જે કામો અધૂરાં છોડી દીધાં છે, એને જ હાથમાં લઈને પુરાં કરી દઉં, પછીજ કંઈ પણ નવું “શુભારંભ” કરું…]
Good
વાહ.. વાહ…
ખૂબ ખૂબ સરસ 👌👌👌
લાજવાબ અભિવ્યક્તિ 👌👌👌
એકદમ સાચી વાત છે, જૂનું પૂરું કર્યું નથી અને નવું શરૂ કરીશું એમાં કશીય ભલીવાર નહીં રહે અને જૂનું ઘણું અધુરું રહી ગયેલું પૂરું કરવામાં જ સાચી સમજદારી છે…👍👍
ખૂબ ખૂબ સુંદર અર્થસભર અભિવ્યક્તિ…✍️✍️👌👌👌👌👌👍👍🌱
હર હંમેશની જેમ સુંદર રચના
સાચી વાત છે આપણે જોયેલાં સપનાઓ કે વાયદાઓ પૂર્ણ કરી લઈએ ત્યારે જ નવો શુભારંભ થાય. ખુબ જ ઉમદા અભિવ્યક્તિ 👌👌👌👌👌
નીર્યાયકતા ને ઊંડાઈ થી સમજાવતી રચના.
ખૂબ સરસ.
વાહહ…ખૂબ જ સરસ રચના.
ખરેખર આવું જ કરવું જોઈએ. આપણાં સપના, આપણે કરેલા વાયદા પહેલા પુરા કરી લેવા જોઈએ. ખુદને ઓળખવું જોઈએ. ખૂબ જ સમજણભરી અને ઉપયોગી વાત કરી. ખૂબ ગમ્યું.
ખરી વાત છે, કેટલી વાર જીવનમાં એવું થાય કે રંગે ચંગે કશું નવી શરૂઆત કરીએ અને થોડી જ વારમાં એને છોડી દઈને કશું નવું કરવા લાગીએ.ખુબ ઝીણવટથી સમજાવ્યું 👍👍👍👌👌