શૂન્યમનસ્ક

You are currently viewing શૂન્યમનસ્ક

વિચારોને જયારે તાળા લાગે,
આંખોની સામે અંધારા લાગે.

થીજવી દે પળમાં ચંચળતમ મનને,
ભરડામાં લેતાં ફૂંફાડા લાગે.

દીવા જડે નહીં મારગ પ્રકાશવા,
ઘેરાતાં વાદળિયાં કાળા લાગે.

આંખે ને હાથે બાંધીને પાટા,
આમંત્રણ દેતા અખાડા લાગે.

થંભી જાય પગલાં ભયભીત થઈને,
દશે દિશાએ કુંડાળા લાગે.

જંગલમાં બાંધીને ફરતે વરુઓ-
મૂકી દીધા હોય ઉઘાડા લાગે.

અકળાવે “કાચબા” વિચારશૂન્યતા,
ખોપરીમાં પડ્યા હોય ખાડા લાગે.

– ૨૯/૦૩/૨૦૨૨

[કોઈ વાર એવું બને કે કોઈ વિષય પર ચિંતન કરવા બેસીએ ને કશું સૂઝે જ નહીં, મગજમાં કોઈ જ વિચાર નહીં આવે, આંખો સામે અંધારાં આવી જાય, કાને કશું સંભળાય નહીં. “શૂન્યમનસ્ક” થઈને આકાશને જોયાં કરીએ અને આપણને શું થઈ ગયું છે કંઈ ખબર જ નહીં પડે….]

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
1 પ્રતિભાવ
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
04-Aug-22 10:16 PM

અદભુત….
અલગ અલગ વૈવિધ્ય થી ભરપુર કવિ પોતાના વિચારો કવિતાના રૂપમાં રજૂ કરે છે.અને એજ
કવિની લાક્ષણિક છબી છે.