કહેવું તો છે ઘણું બધું,
પણ શબ્દો ખૂટી જશે,
શબ્દો ભેગા કરી લઈશ,
તો સમય ખૂટી જશે.
આભાર કોઈનો માનુ નહિ,
તો દીલ તૂટી જશે,
સૌનો આભાર માનવા જઈશ,
તો સમય ખૂટી જશે.
વાત સફરની કરું નહિ,
તો સાથ છૂટી જશે,
વાત સફરની કરવા જઈશ,
તો સમય ખૂટી જશે.
હૈયું આજે ખોલું નહિ,
તો બાંધ તૂટી જશે,
હૈયું સહેજ પણ ખોલવા જઈશ,
તો સમય ખૂટી જશે.
વિચાર ભાવી નો કરું નહિ,
તો ગાડી છૂટી જશે,
વિચાર કરતો રહીશ “કાચબા”,
તો સમય ખૂટી જશે.
– ૦૪૦/૫/૨૦૨૧