સુગંધ

You are currently viewing સુગંધ

જીવનમાં મારા તું ભેળવે છે સુગંધ, તોય
કોણ જાણે કેમ હું તને પાણી નથી પાતો.
નથી કરતો માવજત તારી હું કોઈદી, તોય
ન જાણે કેમ રોજ, તું નવી એક કળી ખીલવી જાણે છે…. જીવનમાં મારા….

તપાવતો તને પણ ઓછો નહિ હોય રવી,
ગજબ છે કે તું તારો છાંયો કરી જાણે છે,
ક્યાંથી આવતી હશે એ શક્તિ, જે
હવામાંથી પણ પાણી ખેંચી જાણે છે… જીવનમાં મારા…

પાન તને પણ છે, ને એ પીળા થાય છે,
ખબર મને પણ છે, એ ખરે ને તને પીડા થાય છે,
ઈચ્છા તને નહિ થતી હોય, હું દરકાર કરું તારી,

રણમાં આ કમળ ખીલવવાની ખુમારી તું ક્યાંથી આણે છે?… જીવનમાં મારા…

એવું નથી કે તું મારા ધ્યાનમાં નથી,
તું તો જાણેજ છેને કે હું પૂરા ભાનમાં નથી,
પાણી તો ‘કાચબો’ તને હમણાં પાઈ દે, પણ
તું ક્યાં મને રડાવતા જાણે છે… જીવનમાં મારા…


– ૨૭/૦૯/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments