બે છેડા માટે,
બાર કલાકની જહેમત,
જીવન મોંઘું છે શહેરનું,
ત્રણ ટુકડા માટે,
તનતોડ મહેનત,
જમણ મોંઘું છે શહેરનું,
ચાર દીવાલો માટે,
ચઢવા પડતા પર્વત,
ચલણ મોંઘું છે શહેરનું,
પાંચ પૈસા માટે,
કરતો રોજ કસરત,
ભ્રમણ મોંઘું છે શહેરનું.
એક તણખા માટે,
કેટ કેટલી તોહમત,
મરણ મોંઘું છે શહેરનું,
હાથ ઝાલવા માટે,
નથી “કાચબા” સહેમત,
શરણ મોંઘુ છે શહેરનું.
– ૨૩/૧૧/૨૦૨૦