મારી ચિંતા છોડ, તું તારા પર ધ્યાન આપ,
તારો હેતુ સિદ્ધ થાય, એમ તને વરદાન આપ,
હું તો કાયમ કરી જ લઉં, મારું પહેલી પહોરે,
તું પણ તારી જાતને કોઈ હેતુ મહાન આપ,
મને તો તેં જ, બનાવ્યો છે, આજે આત્મનિર્ભર,
જીંદગીનું હવે તારું, તને જ સુકાન આપ,
જે મને, તેં શીખવી છે જીવવાની પદ્ધતિ,
એનું રીતસર તને પણ હવે, જાતે જ જ્ઞાન આપ,
પડકારોને ઝીલી લેવામાં, મારા કરતાંયે સક્ષમ,
તને પણ એ ખમી લેવાની શક્તિ સમાન આપ,
બાંધી દઈને શું કામ રાખે, જાતને મારે માટે,
ખીલવાને તારાં કૌશલ્યને, મોકળું મેદાન આપ,
પ્રેરણા લઈ લે “કાચબા” પાસે, કરીલે કોઈ સંકલ્પ,
બેસવા ના દે જંપીને, તને એવું વિધાન આપ.
– ૧૧/૦૬/૨૦૨૧
Kavita
મારું તો તું ખુબ જ ધ્યાન રાખે છે, તું હવે થોડું તારું પણ ધ્યાન રાખ, ખુબ જ સુંદર ભાવના જીવનસાથીના પ્રેમ અને સમર્પણનો સ્વીકાર….
S