કોઈ છંદ કે નિશ્ચિત લય રહિત કવિતાઓ

જંકફૂડ

  • Post published:01-Mar-21

સવાર સવારમાં થાળી પીરસાઈ ગઈ,
સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ,
ભૂખ એણે એવી તે જગાડી,
દાતણ કર્યા વગર પણ જમાઈ ગઈ.

વાનગી બધીજ ગરમાગરમ,
બધી જ એકદમ તાજી માજી,
થોડી તીખી ટમટમતી, ને
થોડી ખટ-મીઠી, ઉભરાતી.

આદત સૌની હવે બદલાઈ ગઈ,
થાળી ધીમે ધીમે વિસરાઈ ગઈ,
સ્વાસ્થ્ય “કાચબા” ચડી ગયું અભરાઈએ,
પ્લેટમાં મસાલેદાર ગોસીપ ઠુંસાઈ ગઈ.

– ૦૧/૦૩/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingજંકફૂડ

ખળખળ

  • Post published:26-Feb-21

કેવી આ મુલાકાત છે?
સભા છે, ચુપચાપ છે,
મનમાં કંઈક સંતાપ છે.

હજી તો બસ શરૂઆત છે,
અંદર તો ખળભળાટ છે,
મન ભરીને ઉકળાટ છે.

યાદી આખી તૈયાર છે,
શરૂ કરવાની જ વાર છે,
પહેલ કરવાની દરકાર છે.

બે હાથે તલવાર છે,
પળભરમાં લલકાર છે,
છેલ્લો એક વિચાર છે,

“કાચબો” શું તૈયાર છે?
એની પાસે હથિયાર છે?
આ શું! એતો લાચાર છે.

એક સરવાણી ફૂટી, ને બંને ઓગળી ગયાં,
હથિયાર હેઠા પડ્યા, ને હૈયા મળી ગયા.

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingખળખળ

તારાં સવાલો

  • Post published:28-Jan-21

એક “હા” કહેવા માટે જ આટલું જીવું છું,
તેં  પૂછેલું ને “મારા માટે સમય મળશે?”

એક ઉત્કંઠા ના જોરે આટલો દોડું છું,
તેં કીધેલુને “તું સાંભળવા મળશે.”

એક જીવન ખૂટી જાય એટલું રોજ શીખું છું,
તે માંગેલું ને “એક જવાબ મળશે?”

એક ટોપલો લઈને લાંબા ડગલાં ભરું છું,
તેં પૂછેલું ને “સમ્રૃદ્ધિ ક્યારે મળશે?”

રોજ બદલી નાખું છું હું એક કેલેન્ડર,
તેં પૂછેલું ને “મને, તું ક્યારે મળશે?”

એક ઝાડ નીચે બેસું છું પલાઠી વાળીને,
તારે જાણવું’તુ ને “ક્હે, શાંતિ ક્યાં મળશે?”

ચમકતો રાખું છું “કાચબા” ફળી ના પથ્થર ને,
તારું વચન હતું ને કે તું ત્યાં મળશે.

– ૨૦/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingતારાં સવાલો

ભેટ

  • Post published:18-Dec-20

ભેટ પુરાણી,
આજે જડી, છે શેની,
યાદ જ નથી.

ક્યારે આપી?
કયો પ્રસંગ? કોણે?
યાદ જ નથી.

સાચવી રાખું?,
કાઢી નાખું? શું કરું?
યાદ જ નથી.

– “કાચબો”, ૦૨/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingભેટ

સાધુ

  • Post published:01-Dec-20

તિરસ્કાર નહીં મહેમાનનો,
અપજશ નહીં યજમાનનો,

ચટકો નહીં પકવાનનો,
ભપકો નહીં પરિધાનનો,

છોછ નહીં સમાધાનનો,
ક્લેશ નહીં વર્તમાનનો,

મોહ નહીં સનમાનનો,
ભય નહીં અપમાનનો,

દ્વેશ નહીં ગુણવાનનો,
ગર્વ નહીં સ્વાભિમાનનો,

સાધુ તેને જાણજે “કાચબા”
લેશ નહીં અભિમાનનો.

– ૧૯/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingસાધુ