ભક્તિભાવ અને સમર્પણ ના ભાવ રજુ કરતાં ગીત, કાવ્યો, ભજનો…
વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે, આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે! તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે, નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે. ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે, તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે. મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું, પીંછું લઈને હોંશે એણે કલગી એક…
વ્હેલું-મોડું થાય, તો ચલાવી લેજે,આઘું-પાછું થાય, તો ચલાવી લેજે, હેતે કર્યો છે કંસાર તારી સાટું,ખાટું-મોળું થાય તો ચલાવી લેજે. શબ્દોને ક્યાં તું ગણકારે, ભજનમાં-કાલું-ઘેલું થાય, તો ચલાવી લેજે. ચર્ચા તો થોડી મારી લાંબી રહશે,તારું-મારું થાય, તો ચલાવી લેજે. ગમે તે કરી જઉં તારી ખાતર "કાચબા",કાળું-ધોળું થાય, તો ચલાવી લેજે. - ૨૦/૧૨/૨૦૨૧ [મારાથી જેટલું બની શકે એમ હતું એટલું…
સામું મળીને મોઢેથી, બોલે જય શ્રી કૃષ્ણ,એ સૌને મારાં વંદન, બાકી ને 'જય શ્રી કૃષ્ણ'. હસતાં જેનાં ચેહરા, ને મીઠું મીઠું બોલે,એટલાં જ દિલમાં ઉતરે, બાકી ને 'જય શ્રી કૃષ્ણ’. બાળક જેવાં જુસ્સાથી, દોડી આવી ભેટે,આવકાર એમને મીઠો, બાકી ને 'જય શ્રી કૃષ્ણ’. ભૂલીને દ્વેષ જગતનાં, આવીને પડખે બેસે,ઢોલિયા એમનાં સાટું, બાકી ને 'જય શ્રી કૃષ્ણ’. બોલ્યા વિનાં…
જ રોજની હાડમારી અને માથાકૂટથી કંટાળીને તમને કોઈ દિવસ એવો વિચાર આવ્યો છે કે બધું છોડી દઈને હિમાલય પર જતા રહેવું છે કે જંગલમાં ચાલ્યા જવું છે….માણસ કંટાળે એટલે એને સંન્યાસ લઈને વૈરાગી થઈ જવાનો વિચાર આવે…
છોડી જવું છે સઘળું, ને,
ચાલી જવું છે વનમાં,...
હું જે કોઈ પણ કામ કરું છું એ પૂરે પૂરી શ્રદ્ધા, નિષ્ઠા અને વિશ્વાસ સાથે કરું છું, દરેક કામ તારું નામ લઈને, તને નિમિત્ત બનાવીને જ શરૂ કરું છું, પછી પણ જો એ સફળ ના થાય, તો મારૂં તો કશું જવાનું નથી, તારું જ ખરાબ દેખાશે …આપણે તો ભાઈ રામભરોસે ચાલીએ છે,…
ખોબો હું આખો, ભરીને જ નીકળું છું,
તરસ્યા સુધી પહોંચતા, જો ખાલી થઇ જાય,
તો તારું જ નામ બોળાય....
લાલાની મૂર્તિ ને કેવાં લાડ લડાવો છો..!!! એને મનામણાં કરીને જગાડો છો, વ્હાલથી નવડાવો છો, પારણે ઝૂલાવીને પોઢાડો છો… પોઢાડો છો ને?…
એ મૂર્તિ પણ જાણે કે આપણું બાળક હોય એવી જ રીતે એને રાખીએ છીએ… તો પછી આપણાં પોતાનાં જ બાળક ને જગાડવામાં, નવડાવવામાં કે જમાડવામાં લાડ કેમ નથી લડાવતાં….એ પણ તો ઈશ્વર સ્વરૂપ જ છે ને? ….
લાલાને લાડ લડાવો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,....