બાળકો માટેની, બાળકોને સંબોધેલી કે બાળકોને સમાજ આપતી બાળ સહજ કવિતાઓ

પપ્પાને વેકેશન જોઈએ છે (ગીત)

  • Post published:07-Jan-22

પપ્પો ગાંડો થઈ ગ્યો,
પપ્પાને વેકેશન જોઈએ..!!
છટકી કમાન એની,
પપ્પાને વેકેશન જોઈએ..!!

સીધો સીધો જાતો હોય તો જાને ધંધે,
વાંકો થઈને આવતો હોય તો તારે લમણે,
એક જ઼ કામ તો આળસુ તારે ભાગે, એમાં આડાઈ?

તને તો નિરાંત શાની?
પપ્પાને વેકેશન જોઈએ…!!!
ભલેને દુઃખતી પાની,
પપ્પાને વેકેશન જોઈએ…!!! … પપ્પો ગાંડો૦

ખાતો હોય તો ખા ને રોટલા ઠંડા ઠંડા,
ઓછાં હોય તો ખાજે થોડા ભીડનાં ધક્કા,
ઘરમાં બેસીને ના હાડકાં તારાં ઢીલાં કરજે,

કો઼લે* જોતરાયેલા,
પપ્પાને વેકેશન જોઈએ…!!!
તળિયા છોલાયેલાં,
પપ્પાને વેકેશન જોઈએ…!!! … પપ્પો ગાંડો૦

ઘેર આવીને તારે ક્યાં કોઈ લેશન હોય છે?
રાંધણ વાસણ કરવાનું ક્યાં ટેંશન હોય છે?
તારે માથે જ સૂર્ય ઉગતો ને આથમતો “કાચબા”,

છતને છુટ્ટી ના હોય,
પપ્પાને વેકેશન જોઈએ…!!!
મરદને મસ્તી ના હોય,
પપ્પાને વેકેશન જોઈએ…!!! … પપ્પો ગાંડો૦

– ૧૨/૧૧/૨૦૨૧

*કોલે – કોલ્હુ એ : તેલ કાઢવાની ઘાણીએ [જોતરાયેલો – બંધાયેલો (બળદ)]

[પપ્પો આજે ગાંડો થઈ ગ્યો હોય એવું લાગે છે, વેકેશન માંગે છે !!! બોલો… પપ્પાને તો કંઈ વેકેશન મળતું હશે??…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપપ્પાને વેકેશન જોઈએ છે (ગીત)

કોણ જાણે

  • Post published:03-Nov-21

કોને કહું, કે મારાં મનમાં, શું છે?
પૂછે તો બધાં જ, કે’ તારે કહેવું શું છે?
સાંભળતું નથી કોઈ ધ્યાન દઈને મને,
જેને કહું, એ કહી દે, કે, એમાં, શું છે?

સમજાતું નથી, કે એનાં મનમાં, શું છે?
એની ઉપેક્ષા નું, કારણ શું છે?
નથી કહેતો, કે નથી કળવા દેતો,
કોણ જાણે, “કાચબા” એણે કરવું શું છે?

– ૧૨/૦૯/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingકોણ જાણે

ચલક ચલાણી

  • Post published:07-Jul-21

ચાલોને રમીએ ચલાક ચલાણી,
ચલક ચલાણી, પેલે ઘેર ધાણી,…(૨)

ઓલા ઘેર…ઓલા ઘેર…
મારા નહીં… ઓના ઘેર… (૨)

માંગી માંગીને કરીએ ઉજાણી…(૨)

ચાલોને રમીએ ચલક ચલાણી…

-૨૧/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingચલક ચલાણી

લીલી નાં ફૂલ

  • Post published:04-May-21

મારી લીલી ને ખીલ્યાં ફૂલ,
હવે મારે કરવી નથી કોઈ ભૂલ,
હું ફુલડાં નહીં ચૂંટું.

મારી લીલી ના જાડાં જાડાં મૂળ,
ને એનાં અંગે નહીં કોઈ શૂળ,
હું ફુલડાં નહીં ચૂંટું.

મારી ઢીંગલી તું હિંચકે ઝૂલ,
ને મારી લીલી ના ખીલવા દે ફૂલ,
હું ફુલડાં નહીં ચૂંટું.

મારી લીલી ને ખીલ્યાં ફૂલ,
હવે મારે કરવી નથી કોઈ ભૂલ,
હું ફુલડાં નહીં ચૂંટું.

– ૨૮/૦૪/૨૦૨૧

પ્રિય વાચકમિત્રો,
આજે એક નવો પ્રયોગ કર્યો છે, એક બાળગીત લખ્યું છે – લીલી નાં ફૂલ. મારી પ્રોફાઈલ માં જેટલા પણ શિક્ષણગણ છે એમને મારી નમ્ર વિનંતી છે કે આ બાળગીત પર તમારા પ્રતિભાવો જરૂરથી આપશો અને આપને ગમે તો અન્ય શિક્ષક મિત્રો સાથે પણ શેર કરજો અને એમના પણ પ્રતિભાવો લેજો.
કોઈ મિત્ર આ શબ્દો ને ગીત સ્વરૂપે એક ધૂન માં પરોવી આપે તો એમનો ખૂબ ખૂબ આભારી રહીશ.

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingલીલી નાં ફૂલ

માટીની મહેક

  • Post published:25-Mar-21

રમવા દો થોડીક વાર માટીમાં મને,
સુગંધ મારા શરીરમાંથી જતી રહી છે,
ઉગી ગયા છે જંગલો પથ્થરનાં શહેરમાં,
જમીન મારા રમવાની ઘટી રહી છે.

બનતા મેં જોયા છે પથ્થરના રસ્તા,
શરમ જાણે આંખમાંથી જતી રહી છે,
પથરાઈ રહ્યા થર એકની ઉપર એક,
ઊંચાઈ મારા ઓટલાની ઘટી રહી છે.

ઈચ્છા નથી પગ જમીન પર રાખવાની,
જમીન જ તો નીચેથી જતી રહી છે,
વાગે જો ઠોકર તો નીકળે છે આંસુ,
ધગશ મારી ચાલવાની ઘટી રહી છે.

કુવા પણ ગામના મારા મીઠા મધુરા,
કડવાટ ઓલા ટુંબડાની જતી રહી છે,
વરસાદ પણ અહીંયાનો ઝેર કડવો “કાચબા”,
મીઠાશ મારા લીમડાની ઘટી રહી છે.

– ૨૭/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingમાટીની મહેક