ભ્રાંતિ
સ્વર્ગની વાતો ઘણી શાસ્ત્રોમાં,નરક નો ક્યાંય ઉલ્લેખ નથી.આકાશ-પાતાળ, ચાંદો-તારા,ક્યાંયે શીલાલેખ નથી. દેવ-દાનવો એક બાપના,રંગ-રૂપ માં ભેદ નથી.એક ગંતવ્ય દરેક જ્યોતનું,એમાં કો' મતભેદ નથી. અહીંજ "કાચબા" હિસાબ થાશે,એથી સ્પષ્ટ ઉપદેશ નથી,જીવતે જીવ જ છે, મરણોત્તર-સજાનો કોઈ ઉદ્દેશ નથી. સ્વર્ગની...૦ - ૧૧/૧૨/૨૦૨૧ [ઘરતી લોકથી પરે શું ખરેખર કોઈ લોક છે? મૃત્યુ પછી શું ખરેખર જીવન છે? આમ જોવા જઈએ તો…