સ્ત્રી જીવન, પ્રેમ, સંઘર્ષ, ઉપલબ્ધી, માતૃત્વ વગેરે, સ્ત્રી-લક્ષી વિચારોની કવિતાઓ

ધીરજ ખૂટી

  • Post published:09-Jan-23

રોજ સવારે નવી આશા લઈને જાઉં છું,રોજ સાંજે એજ નિરાશા લઈને આવું છું. આજે જ હશે એ દી' જેની પ્રતીક્ષા છે,ઊઠતાં બેસતાં એક જ ગાણું ગાઉં છું. બીજ એક સપનાનું વાવ્યું, આંબો કરવાં-પાણી એને પરસેવાનું પાઉં છું. એક નજરમાં મોહિત થઈને દોડી આવે,વારે વારે કેશ કલાપ સજાઉં છું. પાસે રાખી નિરખવો એને મન ભરીને,પાટલે બેસતી ધૂળ સતત હટાવું છું. અનુભવ એ હશે જ કેવો રોમાંચકારી,વિચારે એનાં મંદ મંદ હરખાઉં છું. કરી નેજવું* ઉંબરે ઉભો વાટ નિહાળું,અધીરો એને જોવા "કાચબા" થાઉં છું. *નેજવું - આંખ ઉપર છાપરા જેમ હથેળીઓ રાખી જોવું - ૨૦/૦૪/૨૦૨૨ [એને જોવા માટે, એને મળવા માટે, વર્ષો સુધી તપસ્યા કરી છે. અને આજે જ્યારે એ ઘડી એકદમ નજીક આવી ગઈ છે ત્યારે મારી "ધીરજ ખૂટી" છે. હવે એક એક ક્ષણ જાણે એક એક વર્ષ લાગે છે...]

Continue Readingધીરજ ખૂટી

બંધન

  • Post published:19-Dec-22

સાથે રહીને પણ ભેગાં થઈ નથી શકતાં,ટેરવાં, ટેરવાંથી આગળ જઈ નથી શકતાં. પરિચિતોની ભીડમાં પણ નજરો એને શોધે,શું ખોવાયું છે એ કોઈને કહી નથી શકતાં. જ્વાળાઓમાં લપટાયેલા જુએ લાચાર થઈને,ઠંડક કરવાં બાથમાં એમને લઈ નથી શકતાં. બેવ અજાણ્યા અહીં અચાનક ભેગા કેમ થયાં,ગળે ઉતરી જાય એવું બ્હાનું દઈ નથી શકતાં. નજીક જે લાવ્યો આજે, કાલે ભેગાં કદાચ કરે,ઝેર પણ "કાચબા" એ આશાએ ખઈ નથી શકતાં. - ૧૮/૦૪/૨૦૨૨ [દરેકનાં મનમાં કંઈ કેટલું બધું કરવાની ઈચ્છાઓ હોય છે, પણ કોઈને કોઈ કારણોસર મોટા ભાગની ઈચ્છાઓ મારવી પડે છે. મુક્ત ગગનમાં સૌ કોઈને વિચરવું છે પણ એક અદ્રશ્ય "બંધન" સૌને કોઈ પાંજરામાં બાંધી રાખે છે...]

Continue Readingબંધન

વિધિવત્

  • Post published:23-Nov-22

બારણાં બંધ કરો ને પ્રકાશ ઝાંખો કરો,હાથમાં આપો હાથ, બંધ આંખો કરો. ખોવાઈ ના જાશો સપનાની દુનિયામાં,શ્વાસ ઉંડો લો, ને હોઠ વાંકો કરો. બિલ્લીનોય પગરવ અહીં મંજૂર નથી,ઝાંઝરડી કાઢો ને ઘૂઘરો છાનો કરો. શિયાળો-ઉનાળો ભેગાં બેવ થયાં છે,ધરુજતા આવો ને ધાબળો મારો કરો. પરસેવાની સુગ શ્રમિકને હોય કદી?હૈયાથી હૈયું અડકાડી વ્હાલો કરો. કામ હવાનું જગા મળે ત્યાં ઘુસી જવાનું,કોઈ ના જોઈએ વચ્ચે જે હોય આઘો કરો. "કાચબો" છે તો ડિલ પર ધીમેથી જ સરકશે,ગલગલિયાં તો થાય, ઉપદ્રવ શાનો કરો? - ૧૫/૦૪/૨૦૨૨ [આવી જ ગયા છો તો હવે આરામથી બેસો અને ચૂપચાપ જે થાય એ જોયા કરો. કોઈ પણ કામ કરવાની એક નિર્ધારિત રીત હોય છે. આખુ કામ "વિધિવત્" થાય તો જ એ સફળ થાય, બાકી જો એકાદ પગલું કુદાવી દઈએ તો .. બધું ફોક... શૂન્ય...]

Continue Readingવિધિવત્

અવસર

  • Post published:19-Apr-22

મારા પર તને ગુસ્સો છે જાણું છું, પણ મારો વિશ્વાસ કર, મને મારી વાત કહેવાનો "અવસર" તો આપ, તારી બધી જ ગેરસમજણ દૂર થઈ જશે...

Continue Readingઅવસર