ગઝલને ગુજરાતી ભાષામાં લહેર કરાવતી રચનાઓ

આજીજી

  • Post published:31-Dec-20

સમસ્યા ગંભીર હોઈ, સમાધાન આપજે,
ઈચ્છા લઈને આવું છું, વરદાન આપજે.

હુન્નર તો આપ્યું તેં  ઉત્તમ કક્ષાનું,
એટલાજ ઉત્તમ, કદરદાન આપજે.

કરી લીધા છે ઊંચા, બન્ને હાથ મારા,
વાંકો વળીને  કઈંક, મહેરબાન આપજે.

ભટક્યા કરીશ, ક્યાં સુધી, ગાંડો-ઘેલો,
સમજી શકું તને, એટલું ભાન આપજે.

તું સૌનો હોય, તો હું પણ તારો થયો ને,
સમય કાઢીને આબાજુ, પણ ધ્યાન આપજે.

તાપ કે ટાઢ, હસતા મોઢે સહી લઈશ,
બસ તારા છત્ર નીચે, મને મકાન આપજે.

જરૂર કરતા હંમેશા વધુજ મળ્યું છે “કાચબા”,
તને તોય મારો કહી શકું, એટલું ગુમાન આપજે.

– ૦૯/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઆજીજી

જેમ તમને યોગ્ય લાગે

  • Post published:22-Dec-20

મને જે યોગ્ય લાગ્યું, મેં કરી દીધું,
જો તમને યોગ્ય લાગે, તો તમે કરો.

ધરવા જેવું લાગ્યું, પ્રલોભન ધરી દીધું,
વિચાર, કરવા જેવું લાગે, તો તમે કરો.

આપવા જેવું લાગ્યું, પુષ્પ આપી દીધું,
હાર, કરવા જેવું લાગે, તો તમે કરો.

નાખવા જેવું લાગ્યું, માંગું નાખી દીધું,
સ્વીકાર, કરવા જેવું લાગે, તો તમે કરો.

બાંધવા જેવું લાગ્યું, સગપણ બાંધી દીધું,
નિભાવ, કરવા જેવું લાગે, તો તમે કરો.

દઈ દેવા જેવું લાગ્યું, હૈયું દઈ દીધું
રમત, કરવા જેવું લાગે, તો તમે કરો.

કહેવા જેવું લાગ્યું, “કાચબા” કહી દીધું,
જો કરવા જેવું લાગે, તો તમે કરો.

– ૦૫/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingજેમ તમને યોગ્ય લાગે

બસ થોડીક વાર

  • Post published:20-Dec-20

જરીક વાર બેસ, પછી આંખ ખોલી દેજે,
વાત થોડીક કર, પછી આંખ ખોલી દેજે,

હજી તો બાંધું જ છું પડીકું, પ્રેમ નું,
ધીરજ થોડીક ધર, પછી આંખ ખોલી દેજે … જરીક વાર બેસ…

હજી તો પહેલો પહેલો જ છે, પ્રયત્ન,
કોશિશ થોડીક કર, પછી આંખ ખોલી દેજે….જરીક વાર બેસ…

હજી તો હાથ તારો લીધો જ છે, હાથમાં,
હિંમત થોડીક કર, પછી આંખ ખોલી દેજે …જરીક   વાર બેસ…

હજી તો માથું મુક્યું જ છે, ખોળામાં,
ચંપી થોડીક કર, પછી આંખ ખોલી દેજે. ……જરીક વાર બેસ…

હજી તો ફર્યા જ છે પહેલો, સપ્તપદી નો,
ઝડપ થોડીક કર, પછી આંખ ખોલી દેજે. …..જરીક વાર બેસ…

હજી તો આંખ મીંચી જ છે, “કાચબા”એ,
કશક થોડીક કર, પછી આંખ ખોલી દેજે… …જરીક વાર બેસ…

– ૦૪/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingબસ થોડીક વાર