વાયુ વિકાર
હવામાં ઉડાય, આમ વાંધો નહીં,
ઉડી જવાય, જો દોરી બાંધો નહીં.
હવા ભરીને જ, ઊંચે ઉડાય આમ તો,
પડી જવાય, જો કાણું સાંધો નહીં.
હવા ભરાય, જો ભ્રમ ભાંગો નહીં,
ફૂલી જવાય, જો ખીંટે ટાંગો નહીં,
ભારી થઈને ‘હલકાં’ થઈ ગયાનું,
ખિતાબ મળે, ભલેને માંગો નહીં.
હવા તો ફરે, વધારે ફાંકો નહીં,
દશા બગડે, જો એને આંકો નહીં,
તારી ચડતી હોય ત્યારે ચેતીને “કાચબા”,
સીધા સાથે ચાલજે વાંકો નહીં.
– ૧૭/૦૪/૨૦૨૨