બળવો
તારાં વિરહમાં કઈ હદે વ્યથિત હતાં, શું કહું. ને તમે છો કે હજુ મળ્યા પણ નથી, ને ફરી જવાની વાત કરો છો, એટલે આ મનનાં એકેએક તરંગે તમારી વિરુદ્ધ "બળવો" પોકારેલો છે, તમને રોકવા માટે....
જીવનનાં કરુણ પાસાને રજુ કરતી કવિતાઓ
તારાં વિરહમાં કઈ હદે વ્યથિત હતાં, શું કહું. ને તમે છો કે હજુ મળ્યા પણ નથી, ને ફરી જવાની વાત કરો છો, એટલે આ મનનાં એકેએક તરંગે તમારી વિરુદ્ધ "બળવો" પોકારેલો છે, તમને રોકવા માટે....
નજરથી નજર મેળવીને વાત તો કર,ના કહેવું કોઈ ગુનો નથી.વગોવું તમને ભૂતકાળની હા માટે?મુરીદ છું હું, નગુણો નથી. ... નજરથી નજર૦ છોડવું પડે ગમતું, વશ થઈ દબાણને,શું રિવાજ આવો વર્ષો જૂનો નથી?સમજી ન શકું એ માં-ભોમના 'કર્ષણને,અંકૂર હું એટલો પણ કૂણો નથી. ... નજરથી નજર૦ આત્માઓ એક થઈ પછી શો ફેર પડે,શરીર વગર સંબંધ સુનો નથી.સંતાડી શકાય જ્યાં હૃદયની ઉર્મીઓને,આંખોમાં એવો કોઈ ખૂણો નથી. ... નજરથી નજર૦ દઝાડશે નહિ બિલકુલ, તમારી એ આંખોને,આંખોમાં મારી કોઈ ધૂણો નથી."કાચબો" છું દરિયાને બરાબર સમજું છું,શબ્દ તમારો પાણી જેટલો ઉનો નથી. ... નજરથી નજર૦ - ૩૦/૧૨/૨૦૨૧ [તમારી સ્થિતિ ને હું બરાબર સમજું છું, તમે મારી પણ સમજો. વધારે મોટી કોઈ આશ નથી કરતો તમારી પાસેથી, "બસ એક નજર" આ બાજુ નાખી જજો જતાં જતાં... એટલામાં તો હું જીંદગી જીવી લઈશ....]
વાંકા વળીને પણ જોયું,હાથ જોડીને પણ જોયું, સામું મળીને પણ જોયું,પાછું ફરીને પણ જોયું, સીધા રહીને પણ જોયું,આડા પડીને પણ જોયું, ખોટું હસીને પણ જોયું,સાચું રડીને પણ જોયું, મોઢે માંગીને પણ જોયું,હાથે છોડીને પણ જોયું, કહ્યલું કરીને પણ જોયું,માંગ્યું ધરીને પણ જોયું, ધ્યાન રાખીને પણ જોયું,ઝેર ચાખીને પણ જોયું, ભયાનક સ્વપ્ન જેવું "કાચબા",દ્રશ્ય જાગીને પણ જોયું. - ૨૯/૧૨/૨૦૨૧ [એને મનાવવા માટે કંઈ કેટલુંય કર્યુ, બધાં અપમાન સહીને પણ એની બધી જ શરતો માની, તે છતાંય જાણે પથ્થર પર પાણી. એ એટલો તો "જક્કી" નીકળ્યો કે જરાય ટસ નો મસ નહીં થયો, અને આખરે વેઠવાનું તો મારે જ આવ્યું….]
પડદો ઉપાડ ભેદ ખોલી દે,આલોચકોને તારા વખોડી દે,તારો તાગ અમને નહીં આવે, ત્યાં-બેઠો બેઠો શું કરે છે બોલી દે. બહું ઊંઘ્યો, આળસ છોડી દે,અંધકારનું સામ્રાજ્ય તોડી દે,બીજી નહીં તો ત્રીજી પણ ચાલશે,બસ આંખ તારી ખોલી દે. હવે, કાં તો હવાઓ ઝેરી દે,નહીં તો કોઈ ખૂંખાર વેરી દે,સુધાર, નહીં તો જાતે જ કહીદે,"કાચબા" દુનિયા છોડી દે. ૨૯/૧૨/૨૦૨૧ [બેઠો બેઠો શું કરે છે? તને સહેજ પણ શરમ નથી આવતી? અહીંયા હું "ત્રાહિ" ત્રાહિ પોકારી ગયો અને તું બસ ચૂપચાપ જોયાં કરે છે? મારાં સંઘર્ષની મજા લે છે?...]
મને કોઈ જોતું નથી,એવું કદી હોતું નથી,જોય સૌ ચુપચાપ તમને,મોઢે બસ કે'તું નથી. કહો કોણ રોતું નથી,આપ્તજન ખોતું નથી,આંગળીઓ પીસી લઈને,મોઢું કોણ ધોતું નથી. દુઃખ કોઈ મોટું નથી,દર્દ ના થાય, હોતું નથી,રડી લે તું ભલે "કાચબા"એમાં કંઈ ખોટું નથી. - ૨૨/૧૨/૨૦૨૧ [દુઃખને મનમાં જેટલું દબાવી રાખીએ એટલું જ હૃદય પર ભાર વધારે છે અને એનાં દબાણ નીચે માણસને કચડી નાંખે છે. એટલે કહું છું કે એક આત્મીય ખભે માથું મૂકીને રડી લે, "મન હલકું કરી લે", જે તકલીફ છે એ કહી દે. એમ કરવાથી સમસ્યા હલ થશે કે નહીં ખબર નહીં પણ મનને થોડી શાંતિ જરૂરથી મળી જશે...]