સ્વદેશાગમન
માતૃભૂમિને નમન કરીને આવું છું,
કર્મભૂમિનું ભ્રમણ કરીને આવું છું,
માનો ખોળો છૂટ્યાંનો રંજ તો છે,
કાળજું થોડું કઠણ કરીને આવું છું.
માગ્યું ન’તુ પણ, નીકળી જવું પડ્યું,
બાળપણ આખું દફન કરીને આવું છું.
ભલું થજો એનું, મને એ યોગ્ય ગણ્યો,
સદભાગ્ય પાણીગ્રહણ કરીને આવું છું.
સ્વાદ એનો કેમ કરી ભૂલાય મારાથી,
ચપટી ધૂળ જમણ કરીને આવું છું.
રખેને સમજતો કે રહું છું મોજમાં,
ઘા જાતે મારી સહન કરીને આવું છું.
અનુભવ બધે જ “કાચબા” અલૌકિક થયાં,
જ્યાં પણ બેસું ભજન કરીને આવું છું.
– ૨૯/૦૪/૨૦૨૨
[અર્થોપાર્જન ખાતર માતૃભુમીથી દૂર રહેતા હોય, એ રજાઓમાં, વાર-તહેવાર-પ્રસંગે વતનમાં જાય અને રજા પુરી થયે પાછા કર્મભૂમિ તરફ પ્રયાણ કરી જાય, એવો નિત્યક્રમ ચાલ્યા કરે. ત્યારે માણસને એમ થાય કે જ્યાં જાઉં છું એ “સ્વદેશાગમન” છે કે જ્યાં ગયેલો એ હતું?…]