પ્રેમ માં ઝૂરતાં અને વિરહ અગ્નિમાં બળતાં પાત્રોની હૈયાવરાળ ઠાલવતી કવિતાઓ

નિરસ

  • Post published:31-Jan-21

લાગે છે હવે તમને, મારામાં રસ નથી રહ્યો,
પ્રેમ હવે પેહલા જેવો, સમરસ નથી રહ્યો.

નાખીને જોઉં છું રોજ જ, સમર્પણ પ્યાલીમાં,
હિસ્સો તમારો ને મારો, હવે એકરસ નથી રહ્યો.

નજર઼ ઝૂકતી નથી ને હાથથી, હાથ નથી મળતા,
આદર એવો આપણી, અરસ-પરસ નથી રહ્યો.

સોનુ કરી દીધા મેં તમને, છેલ્લા એક મંત્રથી,
લોઢું થઇ ગયો છું, ત્યારનો, પારસ નથી રહ્યો.

મોળા થઇ ગયા છે શબ્દો, તમારી વાણીના,
મનને ભાવે એવો, એમાં, સબરસ નથી રહ્યો.

ખાલી થઇ ગઈ છે, શીશી, પુરાણી યાદોમાં,
તમારી આંખોમાં હવેથી, સોમરસ નથી રહ્યો.

બેસી રહું છું તરસ્યો, ને ભૂખ્યો ઉંબરા પર,
હાલત પર મારી “કાચબા”, એમને તરસ નથી રહ્યો.

– ૨૩/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingનિરસ

આજીજી

  • Post published:24-Jan-21

નહિ અવાય તો ચાલશે,
તને બીજું પણ કામ હશે ને?
બહાનું કોઈપણ ચાલશે,
તારું બીજે પણ કામ હશે ને?
                     … નહિ અવાય તો ચાલશે….

ઇન્દ્રિયો મારી તો માનશે,
થોડાક કાલના શ્વાસ હશે ને?
તું કાલે તો મળવા આવશે,
એને એટલો વિશ્વાસ હશે ને?
                     … નહિ અવાય તો ચાલશે….

યાદી માં પહેલું જ તારું,
ને છેલ્લું પણ તારું જ હશે ને?
આજે તો છે઼, ને કાલે હૈયું,
મારું તો તારું જ હશે ને?
                    … નહિ અવાય તો ચાલશે….

મારુ નામ તો “તું” જ,
તારું બીજું પણ નામ હશે ને?
મારા ચોપડે તો તારું જ,
તારું બીજે પણ નામ હશે ને?
                    … નહિ અવાય તો ચાલશે….

તારા માટે છીએ ઝૂરતા,
તને એટલું તો ધ્યાન હશે ને?
કાયમ તને જ શોધતા,
તને એનું પણ ગુમાન હશે ને?
                    … નહિ અવાય તો ચાલશે….

ઈચ્છા છે મારી નિર્દોષ,
એનું એકાદ તો પ્રમાણ હશે ને?
જો ના માને તો તુણિવમાં,
તારી એકાદ તો બાણ હશે ને?
                   … નહિ અવાય તો ચાલશે….

અગ્નિ છે સાક્ષાત “કાચબા”,
તું જ મારો નાથ હશે ને?
જો તું ના આવ્યો આગળ,
તો બીજો જ હાથ હશે ને?
                    … નહિ અવાય તો ચાલશે….

– ૧૯/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઆજીજી

પ્રતિક્ષા

  • Post published:24-Dec-20

ધીરજ ખૂટી, તું ક્યારે આવશે?
ટેસુ ફૂટી, તું ક્યારે આવશે?

તારા નામની પાટી, બરાબર
ઘુંટી, તું ક્યારે આવશે?

એક એક કરતાં, બધી
પાંખડીઓ તૂટી, તું ક્યારે આવશે?

આપણે રોપેલા બી ને, હવે તો
કૂંપળ ફૂટી, તું ક્યારે આવશે?

માળીએ આ સાથે, આખી
ફુલવાડી ચુંટી, તું ક્યારે આવશે?

સ્વાગત ની તૈયારી એ, મારી
નીંદર લુંટી, તું ક્યારે આવશે?

“કાચબા”એ ધીરજ, ખાંડણીમાં
કુટી, તું ક્યારે આવશે?

આજે પણ સ્ટેશનથી, અંતિમ
ગાડી છુટી, તું ક્યારે આવશે.

– ૦૬/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingપ્રતિક્ષા

અલવિદા

  • Post published:16-Dec-20

આંસુઓ એના રોકાતા ન’તા,
સંતાડતી’તી ઘણું, છુપાતા ન’તા,
અરમાનો કેટલાયે હશે એના મનમાં,
ખાલી ઝોળીએ સમાતા ન’તા.

મલાજા હવે કોઈ પળાતા ન’તા,
ઢાંક-પિછોડા કરાતા ન’તા,
કે’વાનું હતું કેટલુંય એમને,
‘એ’ બે ઘડી પણ રોકાતા ન’તા.

બાણોથી એના ઘવાતા ન’તા,
હતા જે ઘા, એજ રુઝાતા ન’તા,
હાથ જોડીને ઉભાતાં એ પણ,
ટેસુઓ એમના ઉભરાતા ન’તા.

નિષ્ઠુર એટલા દેખાતા ન’તા,
આઘાત દિલપર સહેવાતા ન’તા,
વિવશ હશે “કાચબા”, એ કોઈના વચને,
રોકેલા શ્વાસ છોડાતા ન’તા.

– ૩૦/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingઅલવિદા

વારે વારે

  • Post published:24-Nov-20

સમય કપાતો નથી, વારે વારે
ઘડીયાળ માં જોયા કરવાથી,

ચેહરો બદલાતો નથી, વારે વારે
યાદોમાં ખોયા કરવાથી,

પ્રતિબિંબ ધૂંધળું થતું નથી, વારે વારે
પાણીને ડોહયા કરવાથી,

કેફ ઉતારતો નથી, વારે વારે,
મોઢું ધોયા કરવાથી,

પ્રીત ભુંસાતી નથી, વારે વારે
તસવીરને લુયા કરવાથી,

પ્રિયતમ માનતા નથી “કાચબા”, વારે વારે
ફૂટીને રોયા કરવાથી.

– ૧૨/૧૧/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો
Continue Readingવારે વારે