હૈયાને ગણગણવા ગમે એવાં ગીતો

સૂકી સૂકી જન્માષ્ટમી

  • Post published:07-Sep-23

વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે, આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે! તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે, નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે. ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે, તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે. મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું, પીંછું લઈને હોંશે એણે કલગી એક…

Continue Readingસૂકી સૂકી જન્માષ્ટમી

હવા

  • Post published:17-Oct-22

સફળતા માથે ચડે,પછી કૌશલ્ય માથે પડે. કાબૂ ગુમાવે ઇન્દ્રિયો, ને-પતનની યોજના ઘડે. શિસ્ત તો જાણે નકામું,આગળ વધવામાં નડે. અભ્યાસ લાગે વેરી,ઓજારોને કોણ અડે! વિવેક જાય તળિયે,ને શુભચિંતકને લડે. ગુરુત્વાકર્ષણ અચળ છે,શિખરથી હેઠે પડે. પાણી વહી જાય "કાચબા",પછી રાતે પાણી રડે. ... સફળતા૦ - ૧૨/૦૪/૨૦૨૨ [સફળતા જો માણસનાં મગજ પર ચઢી જાય તો એને "હવા" ભરાઈ જાય છે કે…

Continue Readingહવા

નિયતિ

  • Post published:26-Sep-22

આખરે એ જ થવાનું છે,જે એને ગમવાનું છે,પ્રયત્નો લાખ કરે, ફળશે-જેટલું જે ફળવાનું છે. આવે ના કોઈ તારી વ્હારે,તારું તારે કરવાનું છે.સીતાને એક તારે કાયમ-અગ્નિ, ભડ ભડ બળવાનું છે. જો એ ખેંચે તો ઉપર છે,નહીં તો નીચે પડવાનું છે.નાસીને ક્યાં છટકશે બોલ,એને અંતે મળવાનું છે. તું શું સમજે તારાં હાથે,તણખલું પણ હલવાનું છે?સ્વયં "કાચબા" છે ઘડવૈયો,બધું ખાલી કહેવાનું…

Continue Readingનિયતિ

અળખામણું

  • Post published:01-Aug-22

ચૂપ હતાં તો બધાને ગમતાં,રમકડું સમજી અમોને રમતાં,ગરજ અમારી હતી જ્યાં સુધી,આગળ પાછળ અમારી ભમતાં. સૌને જેમ ફાવે એમ કરતાં,શાંતિ સુખ-ચેન અમારાં હરતાં,પૂછો એમને - કેમ પ્રતાડો,ન્હોર મારતા, બચકાં ભરતાં. વિનમ્ર હતાં તે બધાંને નમતાં,શાંતિ વ્હાલી હતી તે ખમતાં,ક્યાં સુધી કોઈ સહન કરે પણ,દરેકની "કાચબા" હોય ને ક્ષમતા. - ૨૮/૦૩/૨૦૨૨ [જ્યાં સુધી અમે ચૂપચાપ લોકોનાં ખેલ જોયાં કર્યા…

Continue Readingઅળખામણું

દિશા પરિવર્તન

  • Post published:03-Jun-22

નદીના પટમાં જો કોઈ મોટો પથ્થર આવી જાય તો એને વહેણની દિશા સહેજ બદલવી પડે છે. એનાંથી એનો પ્રવાસ થોડો લાંબો થઈ જાય, પણ હા, એ અટકતી નથી....

Continue Readingદિશા પરિવર્તન

નિઃસ્વાર્થ

  • Post published:01-Jun-22

અત્યાર સુધીમાં કંઈ કેટલાંય ધનપતિઓ અને કુબેરો થઈ ગયાં હશે, પણ ઈતિહાસમાં માત્ર કંઈક ભામાશાઓ જ અમર થઈ શક્યાં કે જેમણે પરોપકાર અર્થે "નિઃસ્વાર્થ" ભાવે એ સંપત્તિનો સદુપયોગ લોક‌ કલ્યાણ અર્થે કર્યો….

Continue Readingનિઃસ્વાર્થ