અધ્યાત્મ, ઈશ્વર અને ઈશ્વર સાથેના જીવનાં ખટમીઠાં સંબંધોની કડવી મીઠી વાતો, સંવાદોને રજુ કરતી કવિતાઓ

જાહેર ખબર

  • Post published:26-Aug-22

ભજન કરવા એક ભગવાન જોઈએ છે,કહ્યાગરો હોય એવો ગુણવાન જોઈએ છે. ક્ષણની જ મોહલત પર, સાદ પડે એટલે-સજ્જ થઈ આવે'એવો વેગવાન જોઈએ છે. પથ્થરો બહું મોટાં પડ્યા નસીબમાં,ઊંચકીને ફેંકે'એવો બળવાન જોઈએ છે. માંગવાની રોજ મને આદત પડી છે,સ્વભાવે ઉદાર અને ધનવાન જોઈએ છે. વેદોની ભાષા પણ અઘરી ઉકેલવી-આત્મસાત કરાવડાવે, વિદ્વાન જોઈએ છે. કુવિચારો નિરાશા ને આપે તિલાંજલિ,નવી દિશા ચીંધે, નવજવાન જોઈએ છે. પ્રભાવી હોય આભા,તો જ આવે સમર્પણ,"કાચબા" ઓજસ્વી-સ્વરુપવાન જોઈએ છે. - ૦૧/૦૪/૨૦૨૨ [ટચૂકડી "જાહેર ખબર": એક ભોળા ભગત માટે સસ્તો, સારો, ટકાઉ અને કહ્યાગરો ભગવાન જોઈએ છે. મ્હોં માંગ્યો પગાર આપવામાં આવશે (નહીં). આખા દિવસની નોકરી અને રહેવા-જમનાનું મફત.... આજે જ સંપર્ક કરો...]

Continue Readingજાહેર ખબર

કર્મફળ

  • Post published:19-Aug-22

એવો કેવો હિસાબ કરે,કાલનો સરભર આજ કરે,અહીંનું અહીંયા પૂરું થાશે,એવો શું કામ પ્રલાપ કરે. ધોઈ ધોઈને કેટલું ધોવું,કેટલાં કોઈ જાપ કરે?પાછલાં ભાવનું કોણે જોયું,આ ભવ માત્ર વિલાપ કરે. ભેગું કરવા દેતો નથી કંઈ,છેલ્લે સઘળું રાખ કરે,સાંજ સુધી તો બળ્યા કર્યા,ક્યારે ઓછો તાપ કરે? બોધ નથી ને પૂર્વ કર્મોનો,શેનો પશ્ચાતાપ કરે?આત્મા કકળે એટલો "કાચબા",કોઈને કેમ સંતાપ કરે? - ૩૦/૦૩/૨૦૨૧ [એક બાજુ તો કહે છે કે અહીંનું કરેલું બધું અહીં જ ચૂકવીને જવું પડશે, ને બીજી બાજુ એમ પણ કહે છે કે પાછલા જન્મોનાં જમા ઉધાર પણ આ જન્મમાં ચૂકવવા પડે છે. આ તે કેવો વિરોધાભાસ? અહીંનો હિસાબ અહીં જ થઈ જતો હોય તો આ પાછલું લ્હેણું કેવું?]

Continue Readingકર્મફળ

વિપશ્યના

  • Post published:23-Jun-22

ચુપ તું થઈ ગયો, ને તકલીફ મારે પડી ગઈ,ઉપેક્ષા આ તારી મને ભારે પડી ગઈ. અટપટા તો હતાં જ રસ્તા, પહેલેથી જીવનમાં,અમાવસની રાત પણ પનારે પડી ગઈ. અજવાળું કરવા અંતરને, દીવો કર્યો નાનકો,ભડકો થયો ને છત પર મેશ ઝારે પડી ગઈ. પરીક્ષાનો મારો એવો સતત ચાલ્યા કર્યો કે-આદત હવે ચાલવાની ધારે પડી ગઈ. પડકારો તો હતાં જ સામે, એથી ટેવાઈ ગયેલાં,સમયની વક્રી ચાલ થોડી વધારે પડી ગઈ. વિશ્વાસ હતો કે તારી લેશે, તારા નામની નાવડી,હાંકી મુકી ભલેને તિરાડ કિનારે પડી ગઈ. બોલતો તું નહોતો તો પણ ઝાઝી નો'તી "કાચબા",હાથ પાછો ખેંચ્યો ને, તકલીફ ત્યારે પડી ગઈ. - ૧૯/૦૩/૨૦૨૨ [તું હતો ત્યારે પણ તારી કોઈ ખાસ મદદ તો હતી જ નહીં, છતાં તું હતો તો 'કોઈ તો છે મારું' એવી હૈયાધારણ રહેતી હતી. પણ જ્યારથી તું "વિપશ્યના" માં જતો રહ્યો છે ત્યારથી મારી હાલત ખરાબ ને ખરાબ થતી ચાલી...]

Continue Readingવિપશ્યના

ઘોંઘાટ

  • Post published:21-Jun-22

ચુપ અહીંયા કોનાથી રહેવાય છે,કડવું હોય તો પણ મોઢે કહેવાય છે. પીડિત જનની દશા-વ્યથાની કોને પડી છે,વહેતાં ઘા પર પણ મીઠું ચોપડાય છે. ...ચૂપ૦ સાંભળવાની તસ્દી કોઈને જ લેવી નથી,સામસામા ઊભરા બસ ઠલવાય છે. ...ચૂપ૦ વિશ્લેષણ કરવાની ક્ષમતા કોની પાસે?ગમતી જ એક ગ્રંથી બાંધી લેવાય છે. ...ચૂપ૦ ગુપ્તતાના સોગંધ સાથે ગળી ગયેલી,અંગત વાતો છડે ચોક ઓકાય છે. ...ચૂપ૦ કિંમત એની બે રૂપિયાની બિસ્કીટ જેટલી,ચાની સાથે મજબૂરી પીરસાય છે. ...ચૂપ૦ કચડાતો હોય નિર્બળ કોઈ ભરી બજારે,ત્યારે "કાચબા" મોઢા સૌ સિવાય છે. ...ચૂપ૦ - ૧૬/૦૩/૨૦૨૨ [शांति प्रियः जना: - (લોકો શાંતિ પ્રિય હોય છે) એવું હવે તો શુભાષિતોમાં લખવા પૂરતું જ રહી ગયું છે, બાકી વ્યવહારમાં તો લોકોને "ઘોંઘાટ" કરવાનું જ ગમે છે... અરે, ખાસ કરીને જ્યાં ચૂપ રહીને શાંતિ જાળવી શકાય એવું હોય ત્યાં તો ચોક્કસ જ બોલીને ભડકા કરાવે એવી એની પ્રકૃતિ થઈ ગઈ છે....]

Continue Readingઘોંઘાટ

દર્શન ખોટે

  • Post published:17-Jun-22

દરવાજો તારો ખખડાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને?દાન ભેટ ચઢાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને? મારે જ એકલા હાથે ઝઝૂમવાનું હોય, તો તને શું કામ ભાઈ-બાપા?તને ઝંડો પકડાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને? શક્તિ પર મારી, મને પણ કોઈ જ શંકા નથી તારી જેમ, પણ -તારી પાસે કામ કરાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને? આવેદનપત્ર પણ ભરી દઉં, કાગળ પર વજન પણ મુકી દઉં, પછી,તારી લાગવગ લગાવું, તો કંઈક તો ફરક પડવો જોઈએ ને? અદાવત કોઈની પણ હોય, પણ પતાવટ તો મારે જ કરવી પડે,તને વચ્ચે પાડું, તો "કાચબા" ફરક પડવો જોઈએ ને? - ૧૫/૦૩/૨૦૨૨ [તેં તો બહું મોટી મોટી વાતો કરી અને બહું ઊંચા સપના દેખાડ્યા, પણ ખરેખર જ્યારે જરૂર પડી ત્યારે ખબર પડી કે તારાં તો બસ નામ બડે અને "દર્શન ખોટે"....]

Continue Readingદર્શન ખોટે