ટલ્લી

You are currently viewing ટલ્લી

આંખોથી હવે પીવાતું નથી,
કેફમાં હવે જીવાતું નથી,

તારો કોઈ વિકલ્પ હોઈ જ શકે નહીં,
બબ્બે દેખાય તે જીરવાતું નથી,

સ્થિર નથી રહેતાં તળિયાજ મારાં,
તને એકીટશે જોવાતું નથી,

સહારો એક તારો બનવું’તું મારે,
વિના તારે સહારે ચલાતું નથી,

શું કરું એટલી બધી બેશુધીનું,
જીવું છું તારી સાથે, જણાતું નથી,

જગા તો નસોમાં રૂધિરનેય જોઈએ,
એકલા નશા પર જીવાતું નથી,

તું છે નશીલી, ને નશો, પણ, ખરાબ છે,
છોડવું શું “કાચબા” સમજાતું નથી… આંખોથી..

– ૨૭/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply