તારા હિતમાં છે

You are currently viewing તારા હિતમાં છે

સીધાં રસ્તે ચાલે એને ઉંધો પાડીશ નહીં,
સત્ય પરનો વિશ્વાસ એનો ખોટો પાડીશ નહીં.

પરસેવો પાડીને જે કોઈ ભજે છે તારું નામ,
સૂતી વખતે પેટે એનાં ખાડો પાડીશ નહીં.

મહા મહેનતે ઊંચકી ચાલે જે સંસારી ભાર,
રસ્તે એનાં પાડો કોઈ આડો પાડીશ નહીં.

ઘસી ઘસીને કરી છે સીધી રેખાઓ બે હાથની,
ફાવે એમ તું વાંકોચૂકો કાપો પાડીશ નહીં.

તેંત્રીસ કોટી લખતાં લખતાં થાક્યાં વેદ પુરાણો,
નવા નામથી નવો હવે કોઈ ફાંટો પાડીશ નહીં.

તારે ભરોસે પડી ગયો જે ભાવસાગરમાં ઊંડે,
અડધે રસ્તે છોડી એને ભોંઠો પાડીશ નહીં.

હજી છે તારાં હાથમાં બાજી, લઈ લેજે સાંભળી,
‘લૂંટાઈ ગયો હું’ પછીથી “કાચબા” ઘાંટો પાડીશ નહીં.

– ૨૫/૦૨/૨૦૨૨

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
5 2 votes
રેટિંગ
guest
1 પ્રતિભાવ
Inline Feedbacks
View all comments
Ishwar panchal
Ishwar panchal
27-May-22 8:13 pm

ભરપૂર આત્મસન્માન સાથે સંપૂર્ણ વિનમ્ર ભાવ .
તમારી કવિતાનો મર્મ જે દરેક ના દિલની વાત હોય
છે.સર્વમાન્ય વિચારો.