તારાં વિના

You are currently viewing તારાં વિના

તારાં વગર જીવન, થંભી તો નહીં જાય,
પણ અંટવાઈ જરૂર જશે,
તારાં વગર દુનિયા, અટકી તો નહીં જાય,
પણ બદલાઈ જરૂર જશે,

મિલાવીને કદમતાલ, ચાલતા’તા સાથે,
તારા શ્વાસ ની થાપે,
તારા વગર ધબકારા, અટકી તો નહીં જાય,
પણ બદલાઈ જરૂર જશે.  તારાં વગર દુનિયા,…

કાયમના ધસમસતા, તારી તરફ વેગવાન,
પ્રચંડ મારા પ્રેમનાં,
તારા વગર, પ્રવાહો, અટકી તો નહીં જાય,
પણ બદલાઈ જરૂર જશે. તારાં વગર દુનિયા,…

યાદ તને કરતાં જ, દોડી દોડી આવતાં,
રંગો રેલાવતાં,
તારા વગર શમણાઓ, અટકી તો નહીં જાય,
પણ બદલાઈ જરૂર જશે. તારાં વગર દુનિયા,…

– ૧૮/૦૫/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments