તારી ઈચ્છાનું સન્માન છે, તને મોં માંગ્યું વરદાન છે.
તું કહે તો વાત કરી લઉં,
તું કહે તો રાત કરી દઉં,
તું કહે મુલાકાત કરી લઉં,
તું કહે ચૂપ-ચાપ કરી લઉં,
કહી દે શું ફરમાન છે? તને મોં માંગ્યું વરદાન છે.
તું કહે તે કામ કરી લઉં,
સવારથી લઈને સાંજ કરી લઉં,
સમય મળી જાય જેટલો ફાજલ
એટલો તારે નામ કરી દઉં,
ભુજાઓ બે બળવાન છે, તને મોં માંગ્યું વરદાન છે.
તું કહે તો વ્હાલ કરી લઉં,
તું કહે તત્કાલ કરી લઉં,
“કાચબા” તારા હોઠ ઉપર,
ગાલ ધરીને લાલ કરી લઉં,
ઠસ્સો જાજરમાન છે, તને મોં માંગ્યું વરદાન છે.
– ૧૧/૦૧/૨૦૨૧