તું કહે તેમ

You are currently viewing તું કહે તેમ

રાત આખી ચર્ચા કરતાં પસાર કરીએ,
ચાલ આજે, તારા મરઘે સવાર કરીએ,

તારીખો કંઈ કેટલીય, પડી ગઈ વાતોમાં,
આવ આજે, ખેલો આર-પાર કરીએ, …ચાલ આજે…

જીતાડવા છે આપણ બેને એકબીજાને,
સામસામા તર્કો, ધારદાર કરીએ. …ચાલ આજે…

પ્રસ્તાવ તું મુક, સમર્થન મારું તને મળે,
ખરડો તારો આપણી સંસદ પસાર કરીએ, …ચાલ આજે…

દંડા લઈને નીકળી પડીએ મનનાં રસ્તે,
ગેરકાયદસર ગેરસમજણ ને બહાર કરીએ, …ચાલ આજે…

બાકી જે કોઈ વધે વિકારો, રીઢા અઠ્ઠંગ,
ધારદાર સંયમથી ઘાતક પ્રહાર કરીએ, …ચાલ આજે…

મારું મારું કરતાં મારો, અહમ ઘવાયો,
તારું તારું કરીને “કાચબા”, ઉપચાર કરીએ. …ચાલ આજે…

– ૨૮/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply