ત્યાગ

You are currently viewing ત્યાગ

તું જાતેજ તારો દુશ્મન થઇને બેઠો છે,
દિલ ક્યાં, ને દિમાગ ક્યાં લઈને બેઠો છે,
રાહ જોઈને બેઠો છે વરઘોડાની,
લક્ષ્ય શું, ને ધ્યાન ક્યાં દઈને બેઠો છે.

બંધ આંખે વચન દઈને બેઠો છે,
ધૃતરાષ્ટ્ર નો દીકરો કર્ણ થઈને બેઠો છે,
પકડેલો હતો હાથ એમનો હાથમાં,
હાથ જાતેજ કોઈને હાથ દઈને બેઠો છે.

જીતેલી બાજી ફોક કરીને બેઠો છે,
ખુશીના ઘરમાં શોક કરીને બેઠો છે,
લોકો પગ પર કુહાડો ધરતા હશે,
તું કુહાડા પર પગ ધરીને બેઠો છે.

ધૂર્ત ની વાતનો વિશ્વાસ કરીને બેઠો છે,
એ આવશે એવી આશ ધરીને બેઠો છે,
સંઘ તો પહોંચી ગયો કાશીએ “કાચબા”,
તું બસ હાથ પર હાથ ધરીને બેઠો છે.

– ૦૨/૦૨/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply