હૈયું ખોલવું છે, કોઈ પાનું આપો,
“કેમ છો?” પૂછો, મને બ્હાનું આપો,
દાબીને રાખ્યાં છે, કેટલાંયે જખ્મો,
કાઢીને મુકવા કો’ક ખાનું આપો,
કચરો ગણી એને, ફેંકી ન દે,
રાખે જે કરીને, પોતાનું આપો,
અવાજ અંદરથી, કકળીને આવે,
ઉંજી કરે જે’ને, છાનું આપો,
નાના નવશીખીયાંનું કામ નથી,
કારીગર ઊંચા, ગજાનું આપો,
ખુલ્લા હોય હૈયાં, જેના પણ “કાચબા”,
માણસ એવું મજાનું આપો.
હૈયું ખોલવું છે, પાનું આપો…
– ૨૧/૦૭/૨૦૨૧