ઉંચે તો બૌ, તું, ઉડે આકાશમાં,
પણ અમુક વાતનું ધ્યાન રાખજે,
પગ જમીનથી છૂટેલા રહેશે,
હાથ સાંકળથી બાંધેલા રહેશે,
ગળામાં ચુસ્ત ફંદો રહેશે,
બંધનમાં કાયમ બંધ્યો રહેશે.
હવાના જોરે ઉડતો રહેશે,
છોડે એટલો જ ચઢતો રહેશે,
ઊંચો એટલો એકલો રહેશે,
તારા જેવા સેંકડો રહેશે.
તારા પર ચાંપતી નજર રહેશે,
ચારે બાજુ ખબર રહેશે,
જ્યાં સુધી કહ્યામાં રહેશે,
ત્યાં સુધી હૈયામાં રહેશે.
નિયમ એક જ કડવો રહેશે,
“કાચબા” તારે પાળવો રહેશે,
જ્યાં સુધી ઉડતો રહેશે,
ત્યાં સુધી એકલો જ રહેશે.
૧૪/૦૧/૨૦૨૧
ખૂબ સરસ વર્ણન, અદભૂત….