સમજો તો સમસ્યા છે,
ના સમજો તો સમસ્યા છે,
એક ક્ષણની શાંતિ ખાતર,
જીવન આખું તપસ્યા છે.
જાણીનેય ભટક્યા છે,
ન જાણીનેય ભટક્યા છે,
ચાલ્યા એટલાં પાર પડ્યા,
બાકી અહીંયા જ અટક્યા છે.
પામો તો સમસ્યા છે,
ના પામો તો સમસ્યા છે,
કોનાથી ભેદ એનાં “કાચબા”,
અહીંયા રહીને ઉકલ્યા છે.
– ૧૧/૦૩/૨૦૨૨
ખુબ સરસ રચના.