વાંક કોનો?

You are currently viewing વાંક કોનો?

તું દેખાતો નથી એ સમસ્યા તારી છે,
મને પરખાતો નથી એ સમસ્યા તારી છે.

કામ એવા શું કામને પણ કરવા તારે,
ક્યાંય ડોકાતો નથી એ સમસ્યા તારી છે.

સામેથી મોકલીને ભાર ભેગો કર્યો તેં,
હવે ટોકાતો નથી એ સમસ્યા તારી છે.

પ્રેમથી સમજાવે તો કોઈ સમજે ખરું?
ભાર મુકાતો નથી એ સમસ્યા તારી છે.

ઉપદેશ તારો હોય પણ કેવો અટપટો,
મને ગોખાતો નથી એ સમસ્યા તારી છે.

ખજાનો ભલેને કિંમતી તેં મને આપ્યો હોય,
પલ્લે જોખાતો નથી એ સમસ્યા તારી છે.

માણેક, મોતી જોઈને તારાં દરિયાના,
“કાચબો” હરખાતો નથી એ સમસ્યા તારી છે.

– ૧૧/૦૧/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    અદભુત ,
    કવિતાના મર્મ ને મઘ્યેનજર ધણી સમસ્યા ત્યાજ હલ થઇ સકે છે.