વાસ્તવિક ચિત્ર

You are currently viewing વાસ્તવિક ચિત્ર

એમ ના સમજતો કે, હું હારી જઈશ,
શરીરે નબળો છું, તો તું મારી જઈશ,

શબ્દોના હું બાણ ચલાવીશ એવાં એવાં,
પ્રહાર કરવાનું દૂર, મારા પર વારી જઈશ,

લડત તને દર મોરચે યુદ્ધમાં એવી આપીશ,
મારા એ સાહસ પર, જીવ ઓવારી જઈશ,

આપ્યા છે તેં જે જે શસ્ત્રો મને વરદાને,
તારી આગળ ઉધારી એની, ઉતારી જઈશ,

કચડી નાંખ તું ભલે મને પછી પગતળિયે,
જતા પહેલાં તો મીઠી સુગંધ પ્રસારી જઈશ,

સમજી શક્યો હોય “કાચબા” તો ઝટ આવીજા,
તારું જ નામ લઈને તનેય ઉગારી જઈશ.

– ૨૦/૦૫/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
Subscribe
Notify of
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments