એક તરફ તો બોલો છો કે પ્રેમ કરો છો,
તો, ઉપરા છાપરી પ્રશ્નો આટલાં કેમ કરો છો?
કહી તો દીધું સિવાય તમારા કોઈ નથી મનમાં,
પોલીસ જેવી ઉલટ તપાસ તો કેમ કરો છો?
જગ્યા રાખો શ્વાસ લેવાની વચ્ચે-વચ્ચે,
ગુંગળાઈ જાશો, જુલમ જાત પર કેમ કરો છો?
જાત કરતા વધારે વિશ્વાસ છે ને રહેશે, એવું –
કીધાં પશ્ચાત જાત પર શંકા કેમ કરો છો?
કાચ જેવો પારદર્શક છું ઉપરથી-નીચે,
ધુમ્મસ કરીને ઝાંખો એને કેમ કરો છો?
પ્રેમ ને વહેમ વર્ષોથી વેરી એકબીજાનાં,
તણખો રોપી મનમાં, પંખો કેમ કરો છો?
પ્રિત પછીનો પ્રશ્ન, એતો પ્રિત પર પ્રશ્ન “કાચબા”,
કાયલને તીખા પ્રશ્ને ઘાયલ કેમ કરો છો.
– ૧૦/૧૨/૨૦૨૧
[પ્રેમ હોય ત્યાં શંકાને કોઈ જ સ્થાન નથી. પ્રેમ કરો તો વિશ્વાસ પણ કરવો જ પડે. દૂધ જેવા સફેદ પ્રેમમાં જો “વ્હેમ“ની ખટાશ ભળે તો દૂધ એવું તો ફાટે કે એનું નાં તો દહીં થાય કે ના પનીર….]
ગજબની સુસંગત પકંતી ,પરિપૂર્ણ રચના .
Khub Saras Rachna