જુસ્સાથી ભરી જવા આવે,
બારી ખોલો તો હવા આવે,
જગ્યા સીમિત છે વિચારો માટે,
જૂનાં કાઢો તો નવા આવે.
ખુલ્લી આંખે પણ કેવાં આવે !
મૈયરમાં પિયું લેવાં આવે,
પ્રફુલ્લિત-શાંત મનમાં વિચારો,
સોનેરી સપનાઓ જેવાં આવે.
યુદ્ધ કરો તો લડવા આવે,
ભેગું કરો તો ગણવા આવે,
આમંત્રણ જેવું આપો “કાચબા”
વિચારો એવાં મળવા આવે.
– ૧૩/૦૧/૨૦૨૨
ખૂબ સરસ
ખુબ ગહન અને તલસ્પર્શી વર્ણન.
વિચારો ની માયાજાળ કવિ ખૂબ સારીરીતે સમજતા હોય છે.સાથે વાચકને પણ સહભાગી બનાવતા હોય છે.
મસ્ત