એકમેકમાં ડૂબી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે,
બાકી બધું ભૂલી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે,
લડવાનો જ્યાં સુધી અવાજ આવતો, ત્યાં સુધી તો વાંધો નો’તો,
બેવને હસતાં જોઈ ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.
પ્રયાસો અઢળક કરયા કર્યા કે, ત્રાડ પડે કાં ફૂટ પડે,
કપટ કરીને થાકી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.
સફળ પણ લગભગ થઈ ગયા’તા, બેવને અલગ-અલગ કરવામાં,
તરત, પણ, ભેગાં થઇ ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.
મંશા બરાબર સમજી ગયેલાં, એમની શુભેચ્છા મુલાકાતોની,
મોઢે રોકડું બોલી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.
ખાનદાની એતો હતી અમારી, ઉમળકા ભેગાં આંગણે પોંખ્યા,
એમની બરોબર બેસી ગયા ને, ત્યારથી આ બધી મોકાણ છે.
ઉશ્કેરણી તો બહું જ કરી, ને વચનો કેવાં કટુ સંભળાવ્યા,
અપમાન “કાચબા” ગળી ગયા ને, ત્યારથી જ આ બધી મોકાણ છે.
– ૨૯/૦૯/૨૦૨૧
[આપણે સમસ્યાઓથી લડતા રહીએ, ઘરમાં કંકાસ રહે એ જોઈને અમુક લોકોને બહું મજા પડે, જરીક જો જીવનમાં શાંતિ થાય તો એમને તરત પેટમાં દુઃખવા માંડે.. એવાં “વિધ્નસંતોષી“ઓ હંમેશા પ્રયત્ન જ કરતાં હોય કે લોકોનાં સંસારમાં આગ કેવી રીતે લગાડીએ…]
Bovaj saras adbhut👏👏👏👌
મોઢે રોકડું બોલી ગયા એની મોકાણ છે.. 👌👌👌👌
ખુબ સરસ શબ્દોમાં વાસ્તવિકતા રજૂ કરી 👌👌👌👌
લાજવાબ અભિવ્યક્તિ 👌👌👌
તમે સકારાત્મક વિચારો છો,એટલે કવિતા પણ
અદભુત હોય છે.
લોકોની તકલીફમાં જ ઘણાને મજા આવતી હોય છે, ખુબ જ ચોટદાર પ્રસ્તુતિ….
Jordar Dear