અમે વીર, દેશના ઘડવૈયા,
અમે ભારત માં ના લડવૈયા… અમે વીર…
અમે માટીમાંથી દિવ્ય કમળ થઈ,
માટીમાં ફરી જઈ મળ્યા,
અમે તારા લઈને નીકળ્યા કાંધે,
તારાઓમાં જઈ મળ્યા… અમે વીર…
અમે ગલી-મહોલ્લા ખૂંદી કુદી,
સીમાડાએ જઈ ચડ્યા,
અમે માથાભારે જોઈ મુસીબત,
સામી છાતીએ લડ્યા… અમે વીર…
અમે ઢાલ બનીને નરાધમોને,
ડગલે ને પગલે નડ્યા,
અમે શાન વધારી ત્રિરંગાની,
તીરંગો ઓઢી ઢળ્યા… અમે વીર…
પ્રાણ “કાચબા” કામે લાગ્યા,
ફુલ થઈ અમે ફોરમ્યા,
અમે માં ભોમના વીર સુતોને
નતમસ્તક થઈને નમ્યા…. અમે વીર…
– ૨૩/૦૩/૨૦૨૧ (શહિદ દિવસ)
દરેક પકંતી માં ભરપૂર જોશ દેશભક્તિનો,
આજે તો દેખાય છે દરેક રંગ દેશભક્તિનો.