દૂધ સાથે કાંદો નહીં,
દરવાન કોઈ દી માંદો નહીં.
વિશ્વાસ હોય તો વાંધો નહીં.
તાકા વચ્ચે સાંધો નહીં,
વાંકો ચુકો દાંડો નહીં.
શાસક કોઈ દી ગાંડો નહીં.
બળદ પૂંછડે બાંડો નહીં.
ધનિકનો દીકરો વાંઢો નહીં.
પોલીસવાળો ફાંદો નહીં.
ગરમ થાય એ ચાંદો નહીં.
કાનમાં કહી દેવાનું “કાચબા”
રસ્તે કોઈને ભાંડો નહીં.
– ૧૧/૧૨/૨૦૨૧
[અમૂક જોડાં એવાં હોય કે એમને ભેગા કરાય જ નહીં, બેવ છૂટાં જ સારા. ભેગાં થાય તો કોઈ ને કોઈનું નુકશાન, અહિત કે વિકાર જ કરે. બંને એટલાં તો “વિસંગત” હોય કે બેવ નામ ભેગા લેવાઈ જાય તો પણ ગુનો કર્યા જેવો ભાવ ઉત્પન્ન થાય….]
રસ્તે કોઈને ભાંડો નહિ………
શું કલમ ચલાવો છો, અને થાઈ છે કમાલ જ કમાલ.
આટલા ગજબના વિચારો કવિતાના રૂપમાં.
બહુંજ ઉમદા અને અદ્ભૂત રચના 💐💐💐
વાહ