દરિયો તરાય,
પણ, પીવાય નહીં,
રસ્તો મપાય,
પણ, કપાય નહીં,
આંખો બીડાય,
પણ, મીંચાય નહીં,
પડખું ફરાય,
પણ, બદલાય નહીં,
નમતું જોખાય,
પણ, જોવાય નહીં,
ભાવ પુછાય,
પણ, ખવાય નહીં,
પાણી પીવાય,
પણ, ફેરવાય નહીં,
ભોગ કરાય,
પણ, લેવાય નહીં,
બધું વંચાય,
પણ, કંઈ થાય નહીં.
“કાચબો” કે’વાય,
પણ, થવાય નહીં. 😜
– ૨૯/૧૦/૨૦૨૧
[દરેક સ્થળે કે પરિસ્થિતિમાં વાણી, વર્તન, વૃત્તિ, પ્રવૃત્તિ, ઉપભોગ અને અભિવ્યક્તિ, એક સરખાં રાખી શકાતાં નથી. જે તે સમય અને સંજોગ અનુસાર “વિવેક” જાળવીને કામ કરવું પડે છે….]
દરેક કવિતા નો અંદાજ એકદમ અલગ અલગ હોય છે.અને છેલ્લી લાઈન કમાલ કરે છે.
સાચી વાત છે,કવિતા વંચાઈ પણ કવિ થવું અઘરું છે.
વાહ વાહ… કેટલી સરળતાથી કેટલી મોટી મોટી વાતો સમજાવી દીધી 👌🏻👌🏻