ઘડી બે ઘડી, બેસવાનો, સમય કોની પાસે છે,
ઘડીને, ઘડીભર રોકવાનો, સમય કોની પાસે છે,
સોનેરી સવાર લઈને આવ્યો સૂર્ય તેજસ્વી,
ટોડલે બેસી, નિહારવાનો, સમય કોની પાસે છે,
પરસેવો સીંચીને, જે ફૂલ ખીલવ્યું, બાગમાં,
હાથમાં લઈને, સૂંઘવાનો, સમય કોની પાસે છે,
શિક્ષા-દીક્ષા, લઈને ટોપી, પહેરી લીધી શાનથી,
ઉમળકાભેર, ઉછાળવાનો, સમય કોની પાસે છે,
ચક્રવ્યૂહ, ઘડાઈ રહ્યું છે, આવતી કાલના યુદ્ધનું,
આજનો થાક, ઉતારવાનો, સમય કોની પાસે છે,
ખબર અંતર કોણ પૂછે, વ્હાલથી, એક-બીજાના,
માથે હાથ ફેરાવવાનો, સમય કોની પાસે છે,
દોડી દોડીને પહોંચશે, તો ક્યાં પહોંચશે “કાચબા”,
દોડતાં દોડતાંય વિચારવાનો, સમય કોની પાસે છે.
– ૧૨/૦૮/૨૦૨૧
સમય નથી.. સમય નથી સૌ કહે,
પણ સમય સાચવતા નથી કોઈ,
પસાર કરે છે સમય ચા ની કિટલી –
પાનના ગલ્લા ઉપર ને વાહિયાત વાતો પર,
ખોટી રીતે સમય પસાર કરે ને કહે સમય નથી…
Waw…તદ્દન સાચું કહ્યું…આજ ના સમય ની નરી વાસ્તવિકતા બતાવી…👌👌👌👏👏👏
સાચે જ યંત્રવત જેવી જીંદગીની ભાગદોડમાં બધા બસ હજુ વધું મેળવવા બસ દોડ્યાં જ કરે છે કોઈને જાણે કોઈનાં માટે સમય જ નથી . ખુબ જ સુંદર મનોભાવ વ્યક્ત કરતી રચના . અદભુત ….
👌👌👌👌👌👍
Samay to koi ni pase hoto nathi pan badhi vato mate samay kadhvo pade che👌👌👌👌👌👌👌✍️✍️✍️✍️✍️✍️✍️🌹💐🌷🙏👍👍
આટલા કુદરતી ઊંડા વિચારો એક સાચા કવિની
પહેચાન છે.અદભૂત કવિતા.
વાહ વાહ વાહ…. અદભૂત શબ્દો અદભૂત મનોભાવોને લાગણીસભર શૈલીમાં રજૂઆત કરી રહ્યા છો અમિત ભાઈ હાર્દિક ધન્યવાદ 🙏
Sundar Abhivaykti