બસ એક નજર

You are currently viewing બસ એક નજર

નજરથી નજર મેળવીને વાત તો કર,
ના કહેવું કોઈ ગુનો નથી.
વગોવું તમને ભૂતકાળની હા માટે?
મુરીદ છું હું, નગુણો નથી. … નજરથી નજર૦

છોડવું પડે ગમતું, વશ થઈ  દબાણને,
શું રિવાજ આવો વર્ષો જૂનો નથી?
સમજી ન શકું એ માં-ભોમના ‘કર્ષણને,
અંકૂર હું એટલો પણ કૂણો નથી. … નજરથી નજર૦

આત્માઓ એક થઈ પછી શો ફેર પડે,
શરીર વગર સંબંધ સુનો નથી.
સંતાડી શકાય જ્યાં હૃદયની ઉર્મીઓને,
આંખોમાં એવો કોઈ ખૂણો નથી. … નજરથી નજર૦

દઝાડશે નહિ બિલકુલ, તમારી એ આંખોને,
આંખોમાં મારી કોઈ ધૂણો નથી.
“કાચબો” છું દરિયાને બરાબર સમજું છું,
શબ્દ તમારો પાણી જેટલો ઉનો નથી. … નજરથી નજર૦

– ૩૦/૧૨/૨૦૨૧

[તમારી સ્થિતિ ને હું બરાબર સમજું છું, તમે મારી પણ સમજો. વધારે મોટી કોઈ આશ નથી કરતો તમારી પાસેથી, “બસ એક નજર” આ બાજુ નાખી જજો જતાં જતાં… એટલામાં તો હું જીંદગી જીવી લઈશ….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    અદભુત ,

  2. Kunvariya priyanka

    વાહ
    ખૂબ સરસ