હળવાશ

You are currently viewing હળવાશ

મનમાં કશુંક ભર્યું હોય, તો જ ભાર લાગે ને,
ખોટું કશુંક કર્યું હોય, તો જ ભાર લાગે ને.

વાત મનની કરી લઈએ તો હલકાં થઈ જવાય,
પણ, વાતનું વતેસર કર્યું હોય, તો જ ભાર લાગે ને.

કોઈને જોઈતું આપીએ, તો સવાયું થઈને વળે,
પણ, કોઈના હકનું માર્યું હોય, તો જ ભાર લાગે ને.

દિલ ખોલીને હસીએ તો ભૂલાય ચિંતા સઘળી,
પણ, પોટલું માથે મૂક્યું હોય, તો જ ભાર લાગે ને.

ધોવાઈ જાય ગ્લાનિઓ, જો રડી લઈએ નિખાલસ,
પણ, મગરમચ્છનું સાર્યું હોય, તો જ ભાર લાગે ને.

મોટું મન કરીએ તો સુખદાયી સંસાર  “કાચબા”,
પણ, ડુમો ભરીને રાખ્યું હોય, તો જ ભાર લાગે ને.

૨૮/૦૩/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
2 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments
Vishwa Adesara
Vishwa Adesara
23-Nov-21 10:43 pm

Very nice and true

Niks
Niks
22-Oct-21 10:32 am

વાહ મનમાં કશું ભર્યું હોય તો ભાર લાગે ખૂબ જ સુંદર રચના ભાઈ