ભૂલકણો

You are currently viewing ભૂલકણો

તારું નામ લેવાનું, એ પણ મારે યાદ કરવાનું?
તને યાદ કરવાનું, એ પણ મારે યાદ કરવાનું?

રમતા રાખવા કાયમ તમને, મારે મારા મનમાં,
પણ આંખો બંધ કરવાની, એ પણ મારે યાદ કરવાનું?… તારું નામ લેવાનું…

ઝીલીને લાવું, જેટલાં ખરતા, તારા, તા઼રા માટે,
પણ બત્તી બંધ કરવાની, એ પણ મારે યાદ કરવાનું? … તારું નામ લેવાનું…

વ્યાકુળ થાઉં, એક ક્ષણ પણ, જો તું, ઓઝલ થાયે,
પણ હાથ પકડી રાખવાનો, એ પણ મારે યાદ કરવાનું? … તારું નામ લેવાનું…

ભરી બજારે સાદ કરું તો, સગપણ જાહેર થાયે,
પણ મૌન ક્યારે પાળવાનું, એ પણ મારે યાદ કરવાનું? … તારું નામ લેવાનું…

શ્વાસે શ્વાસે સુગંધ તારી જ, મનમાં ભરવી મારે,
પણ ધમણ ચાલુ રાખવાની, એ પણ મારે યાદ કરવાનું? … તારું નામ લેવાનું…

જયારે નામ બોલે, “કાચબો”, દર્શન તારા થાયે,
પણ માળા ફરતી રાખવાની, એ પણ મારે યાદ કરવાનું? … તારું નામ લેવાનું…

– ૧૯/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply