ગઝલને ગુજરાતી ભાષામાં લહેર કરાવતી રચનાઓ
એ નહીં ઈચ્છે અગર તો પાંદડું હલતું નથી,તું જ નક્કી કર કે તારું કામ કાં ફળતું નથી. જ્યાં સુધી આવે નહીં ને માર્ગમાં કોઈ અડચણો,ત્યાં સુધી કોઈ ભાગ્ય શું, ઈશ્વરને પણ ગણતું નથી. પૂર્ણ તૈયારી કરી'તી કે તિલક કાલે કરે,એ પ્રમાણે પણ અયોધ્યામાં કશું બનતું નથી. નહીં હશે વિશ્વાસ એથી મહેલ ચણ્યો લાખનો,નહીં તો કંઈ એવું નથી કે…
વાદળ ગુમ છે, વીજ નથી, જાણે ભાદરવો લાવી છે, આ તે કેવી કોરે કોરી આઠમ આજે આવી છે! તળિયે બેઠાં યમુનાજીનાં જળ એવી અવઢવમાં છે, નાગણીઓએ હઠ પકડી છે રાગિણીઓ ગાવી છે. ગોપીઓએ ગલીએ ગલીએ મહીની મટકી બાંધી છે, તપતી શેરીએ ગોવાળોની પાની સળગાવી છે. મોર અધિરાં થઈને પૂછે મુરત ટહુકા કરવાનું, પીંછું લઈને હોંશે એણે કલગી એક…
બધું જ મારાથી થઈ શકે તો જણાવ તારી જરૂર શું છે?કરમ કર્યેથી મળી શકે તો જણાવ તારી જરૂર શું છે? હું તીર કાઢી મલમ લગાડું, પરંતુ ઉપચાર એકલાથી,ફરીથી પંખી ઉડી શકે તો જણાવ તારી જરૂર શું છે? ધરમની પોકાર પર મહાદેવ હર કરીને હુંકાર કરીએ,લડીને સેના જીતી શકે તો જણાવ તારી જરૂર શું છે? અહીંનું પાણી સુકાય ક્યારે…
એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,દડદડતુ આંસુ એણે વાળી લીધેલું. હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું. માથું નીચું રાખીને સાંભળતી રહેતી,કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું. આંખો એણે છેક સુધી કોરી રાખીને,મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું. સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,મન તો એણે પહેલેથી મારી લીધેલું. કોરી પોથી લાવી સામે…
ભેદ આ સંસાર નો નહીં ખોલ તો પણ ચાલશે,બસ મને સમજાય એવું બોલ તો પણ ચાલશે. હા, એ હું સમજી શકું છું તું ચલિત નહીં થઈ શકે,બસ ભજનના તાલે થોડું ડોલ તો પણ ચાલશે. રાખજે ઉંચા શિખર ઉપર ધજાઓ ઘર્મની,છોને નીચે હોય પોલમપોલ તો પણ ચાલશે. બેઉ હાથે વ્હેંચશે તો પણ તને ખૂટશે નહીં.બસ મને તો સ્હેજ નમતું…
સારું નરસું થાતાં થાશે, પણ હમણાં શું?આખર નિકળી પાર જવાશે, પણ હમણાં શું? અત્યાચારો એનાં ભરતાં જાય ઘડાને,ફૂટશે એ જ્યારે ઉભરાશે, પણ હમણાં શું? જેનાં ખાતર લડ્યાં એને ભાન થશે ને-કોઈ'દી સ્મારક થઈ પૂજાશે, પણ હમણાં શું? બાણોની શૈયા પર સૂતા કણસે ભીષ્મ,યમરાજા લેતાં લઈ જાશે, પણ હમણાં શું? નુકશાની શું ઓછી છે અહીં ધર્મના પક્ષે,ઉત્સવ જીતીને ઉજવાશે,…