બસ એક એનાં નામ પર ટકી રહ્યાં છીએ,
બાકી કરેલા કામ પર ટકી રહ્યાં છીએ.
દુનિયા તો ફરી જવાની, બસ ગુરુત્વાકર્ષણે-
સ્થિર એક મુકામ પર ટકી રહ્યાં છીએ.
રસ્સા-કસ્સી ખેંચતાણ રોજના થયા અહીં,
તેં કર્યા નિશાન પર ટકી રહ્યાં છીએ.
વાદળી ઘેરાઈ કાળી, ધોધમાર, પથ્થરના-
આશરે ઢલાન પર ટકી રહ્યાં છીએ.
સરકતી જાય તળિયેથી જમીન, તારા દીધેલા-
ઊંચા એક મચાન પર ટકી રહ્યાં છીએ.
રામ નામે વાળીયાતા તીર સ્વયં રામનાં,
એટલાં પ્રમાણ પર ટકી રહ્યાં છીએ.
બોલતે ના “કાચબો” તો હંસો પાર લઈ જતે,
કથાના બોધપાઠ પર ટકી રહ્યાં છીએ.
– ૧૬/૧૨/૨૦૨૧
દિવ્યશક્તિ……
ભગવાનની કૃપા થકી અસંભવ પણ સંભવ થાય છે.
Ati Sundar