ઈશ્વર સ્વરૂપ

You are currently viewing ઈશ્વર સ્વરૂપ

લાલાને લાડ લડાવો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

નોખી નોખીને મનાવો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

આરતી કરીને જગાડો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

હાથે સ્નાન કરાવો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

વાઘા રોજ બદલાવો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

ભોગ ધરીને જમાડો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

હિંડોળો ઝૂલવીને પોઢાડો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

લાલાને બાળક બનાવો છો ને?
તો આ તો અબૂધ બાળક છે,

એમાં પણ લાલાને જો ને “કાચબા”
એ તો અબૂધ બાળક જ છે.

– ૨૮/૦૬/૨૦૨૧

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments