ઉંમર ઉંમરનું કામ કરે,
તું એની ફીકર શું કામ કરે,
ચકરડું છે તે ફરતું ‘રે઼,
સમય સમયનું કામ કરે.
થાયેથી પીળું પાન ખરે,
વધે નાં કોઈ જ પાનખરે,
આજ કુંપળ કાલ ખરશે,
નિયમ નિયમનું કામ કરે.
નિર્ધારિત,નિરંતર કામ કરે,
એ પારસમણીનું કામ કરે,
ઉદ્યમ સત્વ કરજે “કાચબા”,
એ તારું મોટું નામ કરે.
– ૨૬/૧૦/૨૦૨૧
[સમય સમય પર જે થવાનું હોય એ થઈને જ રહેશે, હું કે તું સમયનાં એ ચક્રમાં કોઈ જ હસ્તક્ષેપ કરી શકીશું નહીં. એટલે તારાં હિતમાં એ જ છે કે ભવિષ્યનો વિચાર કર્યા વગર “નિષ્કામ” ભાવે તારું કર્મ કર અને સમયને એનું કામ કરવા દે…]
સમય નું મહત્વ વિશે નું જ્ઞાન ,સાથે મનુષ્ય ના હાથમાં
ફક્ત કર્મ કરવાનું હોય છે,ફર આપવાનું ભગવાનના
હાથમાં છે.ઊંડી સમજ છે કવિતામાં.
Wah
Vah, Udhyam j Motu naam kare
ખુબ સરસ રચના